New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/sddefault-1.jpg)
અજાણ્યા ઈસમો ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર , પોલીસ કાફલો ઘટના સ્થળે
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભીડભંજન સરકારી આવસમાં વસંત દલાય નામના યુવાન પર અજાણ્યા ઈસમો ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસને જાણ થતાની સાથે ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતો.
ઇજાગ્રસ્ત ઓડીસા સમાજના વસંત દલાય ને સારવાર અર્થ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ઘટનાને લઇ પાંડેસરા પોલિસ સહિત ડીસીબી,પીસીબી ના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી ઘટનાને અંજામ આપનાર ઇસમોને પકડવા તાપસ હાથ ધરી છે જેમાં પોલીસે સીસીટીવી ના આધારે તપાસ આરંભી હતી. ફાયરિંગ કરનાર શખ્સો સીસીટીવીમાં કેમેરામાં કેદ થયા હતા