સુરત: બણભા ડુંગર પર પર્યટકો જ્યાં ત્યાં ફેંકે છે કચરો, સ્થાનિક યુવાનોએ કરી સફાઇ

New Update
સુરત: બણભા ડુંગર પર પર્યટકો જ્યાં ત્યાં ફેંકે છે કચરો, સ્થાનિક યુવાનોએ કરી સફાઇ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના છેવાડે આવેલ બણભા ડુંગરને સરકાર દ્વારા પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવતા દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ડુંગરની મુલાકાતે આવતા પ્રવાસીઓ ગમે ત્યાં પાણી ની બોટલ,વેફર્સ,બિસ્કિટ,માવાના કાગળ જેવો કચરો ફેંકતા નજરે પડતાં હોય છે. જેથી ઠેર ઠેર પ્લાસ્ટિક કચરાની સમસ્યા સર્જાતી હોય છે.ત્યારે આ સમસ્યાને દૂર કરવા અને પ્રવાસીઓને જાગૃત કરવા સ્થાનિક યુવાનો આગળ આવ્યા હતા અને બણભા ડુંગરની સાફ સફાઈ હાથ ધરી હતી. કચરો ઉપાડીને તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવ્યો હતો.

Advertisment

publive-image

આ અભિયાનમાં સીઆરપીએફ જવાન ચિરંજીવ ચૌધરી અને વાકલના મેહુલ ચૌધરીની ટીમ જોડાઈ હતી અને તેમણે પ્રવાસીઓને અપીલ કરી હતી કે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે અને કચરો કચરા પેટીમાં નાખવાનો આગ્રહ રાખે.