સુરત મનપા સંચાલિત શાળામાં શિક્ષક દ્વારા વિધાર્થીના હાથ પર મારતા ફેકચર

136

સુરત ભાટેના ખાતે આવેલ મનપા સંચાલિત શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવાનો આરોપ લાગ્યો છે.

સુરતના ભાઠેના વિસ્તારમાં રજા નગર ખાતે આવેલ મનપા સંચાલિત શિક્ષણ સમિતિની ઉર્દૂ શાળામાં રિઝવાન નામના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર મારવાનો આક્ષેપ વિદ્યાર્થીના પરિવારજનોએ કર્યો છે. ધોરણ ૭ માં અભ્યાસ કરતો મોઇન શેખ ને શિક્ષકે માર મારતા તેના હાથમાં ફેક્ચર થયું છે. મોઇન શેખ કે શિક્ષક પર આક્ષેપ કરતાં જણાવ્યું કે શિક્ષકે મને પ્રશ્નો પૂછતા મેં ખોટો જવાબ આપવા શિક્ષકે મને ચાર થી પાંચ લાકડી મારતા મારા હાથમાં ફેકચર થયું છે.

વિદ્યાર્થી મોઇન શેખના નાની ફરીદા બેને શિક્ષક પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મારી પુત્રીના સાથે એક વર્ષ પહેલાં અવસાન થયું છે. તેઓના ચાર પુત્ર ને હું મારી સાથે રાખીને પાલન-પોષણ કરી તેઓને ભણાવું  છું. ચાર પૈકી એક પુત્ર મોઇન શેખ સ્કૂલે ગયો હતો ત્યારે શિક્ષક કે તેને ચારથી પાંચ વખત લાકડી ની પટ્ટી મારી તેના હાથમાં ફેકચર કરી દીધું હતું. આ બાબતે અમે શિક્ષકને પૂછવા જતા તેઓએ કીધું કે મારાથી થઈ ગયું હવે શું કરે જયારે સમગ્ર ઘટના બાબલે શિક્ષણ સમિતિએ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY