/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/14161017/20191114_145949.jpg)
સુરત જિલ્લાની મળેલ 44
મી મહુવા સુગરની સામાન્ય સભામાં આજે હોબાળો થયો હતો. સભામાં ગત વર્ષના એજન્ડાના
કામોની ચર્ચા પેહલા કરવાનું જણાવી સભાસદોએ હલ્લાબોલ કર્યું હતું. સભાસદોએ માઈક
ઝૂંટવી લઇ સભા અટકાવી સંચાલકોને આડે હાથ લીધા હતા.
સુરત જિલ્લાની વિવાદિત
સુગર ફેક્ટરી ગણાતી મહુવા સુગરની આજે ૪૪ મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. કેટલાક
દિવસો થી મહુવા સુગરમાં પ્રમુખ બલ્લુ પટેલ સહીતની પેનલે એક હથ્થુ શાસન ચલાવતા અને
સુગરમાં ભગવું રાજકારણના સભાસદોના આક્ષેપ સાથે દિવસો થી રોષ ફેલાયો હતો અને આજે આ
જયારે સામાન્ય સભાની શરૂઆત થઇ ત્યારે સભાસદો અકળાયા હતા. એજન્ડાના કામો શરૂ થાય તે
પહેલાજ સભાસદોએ પ્રશ્નોનો મારો
ચલાવ્યો હતો અને સાધારણ સભા બબાલમાં પૂર્ણ થતા ગત વર્ષના એજન્ડાના કામોની પેહલા
ચર્ચા કરવાનું જણાવતા મામલો ગરમાયો હતો.