New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/09175515/maxresdefault-108.jpg)
અયોધ્યામાં
રામ મંદિર અંગે ચાલ્યા આવતા વિવાદનો સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સુખદ અંત આવ્યો છે.
અદાલતના ચુકાદાને હીંદુ, મુસ્લિમ
સહિતના તમામ લોકોએ આવકાર આપ્યો છે. સુરતમાં તમામ સમાજના લોકોએ એક સુરમાં ચુકાદાની
પ્રશંસા કરી છે.
અયોધ્યા
ચુકાદાને સુરતની જનતાએ આવકાર આપ્યો છે. ચુકાદાને લઈને પણ સુરતમાં સર્વ સમાજમાં
પ્રસરેલી એકતાની પ્રતીતિ જોવા મળી હતી. ભારતીય ગૌરક્ષા સમિતિના નેજા હેઠળ હિન્દૂ, મુસ્લિમ અને શીખ સમાજ સહિત સૌ બધાએ મળીને
સુપ્રીમ કોર્ટના ફેસલાનું સ્વાગત કર્યું હતું. લોકોનું કહેવું છે કે, કોર્ટે મુસ્લિમ સમાજને પણ વૈકલ્પિક જગ્યા ફાળવી
છે અને રામ મંદિર
માટે વિવાદીત જગ્યા ફાળવી છે તે યોગ્ય છે.
Latest Stories