Connect Gujarat
ગુજરાત

સુરત 108ની ટિમે એક વૃદ્ધને CPR આપીને આપ્યું નવજીવન

સુરત 108ની ટિમે એક વૃદ્ધને CPR આપીને આપ્યું નવજીવન
X

કહેવાય છે વિધાતા ના લેખ કોઈ બદલી નથી શકતું અને જીવન મૃત્યુ ઉપરવાળા ના હાથ માં છે અને એને કયારેય કોઈ તાળી શકતું નથી. પણ ભગવાન જયારે ઈચ્છે ત્યારે જે-તે વ્યક્તિ પાસે થી કામ કરાવી શકે છે. એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં રાંદેર 108ની ટીમે એક વૃદ્ધને નવજીવન આપ્યું છે.

આજ રોજ ભગવાન પટેલ ઉંમર વર્ષે 64 રહે વરિયાવગામ સુરત જેઓ રાંદેર વિસ્તારમાં પોતાના કામ માટે તલાટી કમ મંત્રીની ઓફિસ ઉપર આવેલા જ્યાં તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. 108ની ટીમને જાણ કરાતાં તાત્કાલિક રાંદેર લોકેશનના ઇએમટી શબ્બીરખાંન દર્દી પાસે પહોંચીને દર્દીને ચેક કરતા તેમના હદયના ધબકારા બંધ હતા અને આંખની કિકી પણ રીએકશન નહોતી કરતી સાથે મોઠામાં ફીણ નીકળતા હતા.

દર્દીની હાલત જોઇ પોતાની કાબેલીયત વાપરી તાત્કાલિક ઈએમટી સબીર અને પાઇલોટ કરણ આહીરે દર્દીને CPR આપવાનું ચાલુ કર્યું. દર્દી ને 10 મિનિટ સતત CPR આપ્યા બાદ દર્દીના હદયના ધબકારા ફરીથી ચાલુ થયા સાથે સાથે દર્દીની છાતી પણ ઉપર નીચે થવા માંડી હતી.

અને દર્દીની હાલતની જાણકારી સુરત જિલ્લાના પોગ્રામ મેનેજર ફૈયાઝ પઠાણને આપી અમદાવાદ 108ના સેન્ટર પર બેઠેલા ફિજીસીયન ડોક્ટરની સલાહ લઈને જરૂરી ઇન્જેક્શન આપી દર્દીને નજીકની ખાનગી હોસ્પિટલમાં સમયસર પહોંચાડયા હતા. હાલ દર્દી ને સેલ્બી હોસ્પિટલવરમાં ICU માં દાખલ કરેલ છે સેલ્બી હોસ્પિટલના ઇમેર્જનસી ફિજીસીયન ડોક્ટર નીલમના જણાવ્યાનુસાર 108 ટિમની મહેનતથી કાકા બચી શક્યાં છે. આ દર્દી કાકાને મેજર હાર્ટ હેટેક આવેલો, આવા એટેકમાં દર્દીને બચવાના ચાન્સીસ ઓછા હોય છે. 108ની સારી કામગિરી જોઈને દર્દીના પરિવારે તમામ ટીમ અને ૧૦૮નો જીવ બચાવવા બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Next Story