/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/27101147/vcb-1.jpg)
પાટડીના રણમાં અગરિયાઓના બાળકોને સાક્ષર બનાવવા
શિક્ષણ વિભાગે કમરકસી છે. હવે બાળકે તંબુમાં ભણવું નહી પડે. કારણ કે બાળકો માટે
અધતન સુવિધા સભર 16 બસો સરકાર દ્વારા
તૈયાર કરવામાં આવી છે.
બાળકો હવે સુવિધાસભર બસોમાં અભ્યાસ કરશે. આ બસોમાં 400 જેટલા બાળકો શિક્ષણ પાઠ શિખશે. પહેલા આ બાળકોને રણમા તંબુ બનાવી શિક્ષણ
અપાતું હતું. એમા કાળઝાળ ગરમી તડકો અને પાણીની યોગ્ય વ્યવસ્થા નહોતી.
બસમા તમામ સીટો કાઢી લાકડાનુ ફલોરીંગ લગાવી એમા
કાર્પેટ પાથરવામાં આવી છે. બસમાં 12 પંખા સાથે 6 Led લાઇટો લગાવવામાં આવી છે. સાથે બાળકોને જ્ઞાન સાથે મનોરંજન મળી રહે તે માટે 1 ટીવી પણ રાખવામાં આવ્યું છે.
સાથે જ 1 ગ્રીન બોર્ડ 6 સોફ્ટ બોર્ડ લગાવાશે. 300 વોટની 5 સોલાર પેનલો લગાવવામાં આવી છે. તેમજ પાણીની સુવિધા માટે 20 લીટરનો જગ અને 700 લીટરની ટાંકી
બનાવવામાં આવી છે.