Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: વિશ્વકર્મા સમાજના સમૂહ લગ્નમાં લેવાયા સ્વચ્છતા તેમજ પર્યાવરણની જાળવણીના સંકલ્પ

સુરેન્દ્રનગર: વિશ્વકર્મા સમાજના સમૂહ લગ્નમાં લેવાયા સ્વચ્છતા તેમજ પર્યાવરણની જાળવણીના સંકલ્પ
X

સુરેન્દ્રનગરના વઢવાણમાં આજરોજ વિશ્વકર્મા

લુહાર-સુથાર ગુજરાતી સમાજના પરિવાર ના દીકરા અને દીકરી ના સમુહ લગ્નનું આયોજન

કરવામાં આવ્યું હતું. આ સમાજ દ્વારા જિલ્લા કક્ષાનો સમૂહ લગ્નનું આયોજન સૌ

પ્રથમવાર કરવામાં આવ્યું હતું.જેમાં 20 જેટલા નવ દંપતી એ આજરોજ પ્રભુતામાં પગલાં

માંડ્યા હતા.જેમાં ભાજપના સુરેન્દ્રનગર જિલ્લાના

સંસદ સભ્ય ડૉ.શ્રી મહેન્દ્ર મુંજપરા વઢવાણના ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ હાજર રહ્યાં

હતાં. અને તેમણે પોતાના પ્રવચન માં જણાવ્યું હતું કે આવા પ્રસંગો થકી સમાજ એક થાય

છે. જે લોકોના આ સમૂહ લગ્નમાં આજે લગ્ન થવાના છે તે નવદંપતીઓને આશીર્વાદ આપ્યા

હતા.

સાથે નવદંપતિના માતા પિતાને પણ શુભેચ્છાઓ આપી હતી.

અને આ કાર્યમાં તમે આગળ આવ્યા અને વર રાજા તેમજ કન્યાઓને પણ પોતે આ સમૂહ લગ્નમાં

પોતે જોડાયા તે માટે અભિનંદન પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ તેમજ

વીવિધ સમજના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સાધુ સંતો મહંતો દ્વારા સમાજ એક

બને તેમજ સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે તેમજ આજના યુવાનો વ્યસનનો ત્યાગ કરે અમે

દીકરો દીકરી એક સમાન માટે દીકરીને સન્માન આપવાની વાત પણ કરી હતી. તે માટે ની અપીલ

પણ કરી હતી.મહાત્મા ગાંધીજી ની 150 જન્મજયંતી ની ઉજવણી ના ભાગ રૂપે સમાજના લોકો પણ

સ્વચ્છતા ના કાર્યમાં આગળ આવે તે માટેનો સંદેશો સમાજને આપેલ અને દેશના વડાપ્રધાન

દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે.

તેની અંદર બધા સમાજના લોકોનો સાથ અમે સહકાર જરૂરી છે.

તે માટે આપણે પણ સ્વચ્છતા તેમજ પર્યાવરણ ની જાણવણી, પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા માટે સમાજના લોકોને અપીલ કરી હતી.સાથે સમાજમાં એક

થવા માટે આવા સમૂહ લગ્ન નું આયોજન થાય તે આ સમયે ખૂબ જ જરૂરી છે. અને ખાસ કરીને

બેટી બચાવો તેમજ શિક્ષણનો વ્યાપ સમાજના દીકરા દીકરીમાં વધે તે ખુબજ જરૂરી છે.

સાથે આ પ્રસંગે લોકો વડાપ્રધાન ના સંદેશાને લોકો સુધી

પહોંચે અમે તેનો અમલ કરવા માટે આગળ આવે તે માટે સમાજમાં જાગૃતિ લાવી જરૂરી છે. તે

માટે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો તેમજ મહાનુભાવો એ પર્યાવરણની

જાળવણી તેમજ સ્વચ્છતા ના સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા.

Next Story