/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/07_05_2018-isro-atmoic-clock.jpg)
ઈન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ એક પરમાણુ ઘડિયાળ તૈયાર કરી છે જેનો ઉપયોગ નેવિગેશન સેટેલાઈટમાં કરવામાં આવી શકે છે, જેથી સેટેલાઇટનો પરફેક્ટ લોકેશન ડેટા મળી શકે. હાલ ઈસરોએ પોતાના નેવિગેશન સેટેલાઈટ માટે યુરોપિયન એરોસ્પેસ મેન્યુફેક્ચરર એસ્ટ્રિયમથી પરમાણુ ઘડિયાળ ખરીદવી પડી છે.
અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટ્રર (SAC)ના ડાયરેક્ટર તપન મિશ્રાએ કહ્યું, “SAC દ્વારા સ્વદેશી એટમિક ક્લોક ઘડિયાળ બનાવી છે અને હાલ આ ઘડિયાળનું પરીક્ષણ ચાલી રહ્યું છે. એક વખત આ તમામ પરીક્ષણ પૂર્ણ થઇ જાય, ત્યારબાદ આ દેશી પરમાણુ ઘડિયાળ નેવિગેશન સેટેલાઈટ્સમાં પણ પ્રાયોગિત રીતે ઉપયોગી થઈ શકે છે, જેથી ખ્યાલ આવી શકે કે અંતરિક્ષમાં તે ક્યાં સુધી ટકી શકે છે અને કેટલો સ્પષ્ટ ડેટા આપી શકે છે.”
SACના ડાયરેક્ટરે કહ્યું, “આ દેશી પરમાણુ ઘડિયાળના નિર્માણની સાથે ઈસરો પસંદગીના અંતરિક્ષ સંગઠનોમાં શામેલ થઈ ગયું છે જેમની પાસે આ જટિલ ટેક્નોલોજી છે. પણ આ દેશી ઘડિયાળ આપણી ડિઝાઈન અને સ્પેસિફિકેશન અનુરૂપ પર બનાવવમાં આવી છે. આ ઘડિયાળ પણ આયાત કરવામાં આવેલી ઘડિયાળોની જેમ જ કામ કરે છે. અમને આશા છે કે ઘડિયાળ પાંચ વર્ષથી વધુ સમય સુધી કામ કરશે.”