/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/7-3.jpg)
સેવાલિયા નજીક બાધરપુરા કેનાલ પાસે ગુરુવારે મોડી સાંજે એસટી બસ અને હાઈડ્રો ક્રેન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો,જેમાં એક મુસાફરનું મોત નીપજ્યું હતું। જ્યારે ૨૪ થી વધુ મુસાફરોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી .જે પૈકી ગંભીર રીતે ઘવાયેલા 16 મુસાફરો ને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા .પરંતુ 5 મુસાફરોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. અન્ય ઇજાગ્રસ્તોને ડાકોર , ઠાસરા અને સેવાલીયા ની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે . અકસ્માત લઈ ને ટ્રાફિક જામ ના થઈ ગયો હતો દોઢ કિલોમીટર થી વધારે બન્ને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
દાહોદ એસ.ટી.ડેપોની માંથી ગુરુવારે સાંજે 5.30 કલાકે દાહોદ - કેશોદ રૂટની એસ.ટી બસ નંબર GJ-18-Z-1310 સેવાલિયા થઈને ડાકોર તરફ આવી રહી હતી. પુરઝડપે આ બસ બાધરપુરા કેનાલ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે બસ પુરપાટ હોવાથી ડ્રાઈવર બસ ઉપર કાબુ ગુમાવીને રોંગસાઈડ સામે થી આવતી ક્રેઇન સાથે ધડાકાભેર અથડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં 25 જેટલા મુસાફરો ને ગંભીર ઈજાઓ પહોંચી હતી સર્જાયેલ અકસ્માત એટલો ગંભીર હતો જ હોવાથી બસનો આગળનો ભાવ ખુરદો બોલાવી ગયો હતો. આ ઘટનાને લઈને રોડ બ્લોક થઈ જતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો અને રોડની બન્ને સાઈડ કિલોમીટરથી વધુ વાહનોની કતારો લાગી હતી. આ ઘટનાની જાણ સેવાલિયા પોલીસ તથા તંત્રના અધિકારીઓને તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયા હતા થી બસમાં ફસાયેલા જાગ્રતતા સ્થાનિકોએ ભારે જહેમતથી બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને બહાર કાઢી અને એમ્બ્યુલન્સ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. ગંભીર ઘાયલ મુસાફરોને સારવાર અર્થે નડિયાદ સિવિલ ખાતે ખસેડાયા હતા. જે પૈકી એક મુસાફરનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. આ અકસ્માતની જાણ નડિયાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈને થતા તેઓ તાત્કાલિક નડીઆદ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ઠાસરા તાલુકાના બાધરપુર પાસે ગમખ્વાર અકસ્માતનો મામલો. 17 જેટલા ગંભીર ઇજાગ્રસ્તોના નડિયાદ સિવિલ હોસ્પિટલ થી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા કુલ 40 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી. બનાવની જાણ થતાં જ ખેડા કલેકટર અને ભાજપના મુખ્ય દંડક પંકજ દેસાઈ નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા નડિયાદની સિવિલ હોસ્પિટલના તમામ ડોકટરો સહિતના સ્ટાફને તાત્કાલિક હોસ્પિટલમાં સ્ટેન્ડ બાય રખાયો ભાજપના વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ એ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીને ફોન કરી જાણ કરી હતી.