સોમનાથના સાનિધ્યમાં આજથી RSSનું અધિવેશન, મોહન ભાગવત આપશે માર્ગદર્શન

New Update
સોમનાથના સાનિધ્યમાં આજથી RSSનું અધિવેશન, મોહન ભાગવત આપશે માર્ગદર્શન

આર.એસ.એસ ના પથદર્શક મોહન ભાગવત અને ભૈયાજી જોશી ઉપસ્થિતીમાં પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મહાદેવ ના સાંનિઘ્યે તા.૧૨ થી ૧૮ આરએસએસનું અઘિવેશન.

સૉમનાથ મંદીર મા સર સંઘ સંચાલક મૉહન ભાગવત સાથે સૉમનાથ ટ્રસ્ટ અઘ્યક્ષ કેશૂભાઇ પટેલે દર્શન અભીષેક કર્યા..પૂજા અને ઘવ્વજા રૉહણ મા જૉડાયા.સોમનાથ ખાતે પ્રાંત પ્રચારકો નું સંમેલન અને રાષ્ટ્રીય કાર્યકારીણી મળશે.સંઘના વડા મોહન ભાગવત અને નાયબ વડા ભૈયાજી જોષી ની ઉપસ્થીતી.સંઘ ની પ્રાંત પ્રચારક બેઠક તેમજ રાષ્ટ્રીય કાર્યકારણીની મળશે બેઠક.

૧રમી તારીખથી તેઓ સમાજના જુદા જુદા વર્ગના આમંત્રિતો સાથે વિચાર વિમર્શ બેઠકો કરશે.જેમાં સંઘના કાર્યકરોના પરિવારો સાથે મિલન બેઠક થશે.જુદા જુદા સમાજના પ્રબુધ્ધ લોકો સાથે બુધ્ધીજીવ મિલન સભા સહિતના કાર્યક્રમો થશે.આ ઉપરાંત સંઘના સ્થાનિક કાર્યકરો અને સૌરાષ્ટ્રના કાર્યકરો સાથે પણ બેઠકો થશે.

સંઘ રાષ્ટ્રીય કક્ષાના ત્રણ કાર્યક્રમો દર વરસે કરે છે.જેમાં પ્રતિનિધિ સભા,સંગઠન મ઼ત્રીઓની રાષ્ટ્રીય સભા અને પ્રાંત પ્રચારકોની રાષ્ટ્રીય કાર્યકારીણીનો સમાવેશ થાય છે.વહેલી સવારે સોમનાથ મહાદેવ ની પ્રાત આરતી કરશે.મોહન ભાગવત જી ના હસ્તે સોમનાથ મહાદેવ ને ઘ્વજારોહણ બાદ સંઘ ની અઘિવેશન ની વિઘીવત શરૂઆત થશે.

તા.૧૨ ના પ્રથમ પ્રાંત પ્રચારકો ની જુદી જુદી બેઠકો યોજાશે.તમામ રાજય ના સંઘ ઇન્ચાર્જ, સંઘના રાષ્ટ્રીય હોદેદારો હાજરી આપશે.છ દીવસ ની બેઠક માં સીનયરો ની હાજરી સોમનાથ સાગર દર્શન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ છાવણી માં ફેરવાયું.

તા.૧૪ અને ૧૫ જુલાઇ ના ભાજપા ના રાષ્ટ્રીય અઘ્યક્ષ ગુજરાત ની મુલાકાતે સંભવત સંઘ ના અઘિવેશન માં હાજરી આપશે.રાજય ના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી પણ હાજરી આપે તેવી શકયતા.પ્રથમ વખત સોમનાથના સાંનિધ્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રચારકો અને સહપ્રચારકોની રાષ્ટ્રીય કાર્યકારીણી યોજાશે.

સંઘની રાષ્ટ્રીય કારોબારીના તમામ સભ્યો ,સંઘના વડા અને દેશના જુદા જુદા પ્રાંત માંથી આવેલા પ્રચારકો અને સહ પ્રચારકો આ ચિંતન બેઠકોની વિવિધ સભાઓમાં ભાગ લેશે.દરરોજ ચાર સત્રોમાં ચાર બેઠકો યોજાશે.