Connect Gujarat
ગુજરાત

સૌરાષ્ટ્ર ના પવિત્ર યાત્રા ધામ બગદાણા ખાતે ભક્તિરસ રેલાયો

સૌરાષ્ટ્ર ના પવિત્ર યાત્રા ધામ બગદાણા ખાતે ભક્તિરસ રેલાયો
X

ગુરુપૂર્ણિમા પ્રસંગે ભક્તો નું ઘોડાપુર ઉમટીયું

ગુરુપૂર્ણિમા પ્રસંગે સૌરાષ્ટ્ર ના ભાવનગર જિલ્લા ના બગદાણા ખાતે આવેલ પવિત્ર યાત્રાધામ ના સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપા ના દર્શનાર્થે ભક્તો નું ઘોડા પૂર ઉમટ્યું હતું.

વ્યાસપુર્ણીમા એટલે કે ગુરુપૂર્ણિમા ના પવિત્ર અવસર નિમિતે બગદાણા ખાતે બજરંગદાસ બાપા ના દર્શન અર્થે ગુજરાત સહિત દેશભર માંથી ભક્તો આવ્યા હતા અને "બાપા સીતારામ-બાપા સીતારામ" ના ગગનભેદી નારાઓ થકી સમગ્ર વાતાવરણ માં ભક્તિરસ ભેળવી દીધો હતો.

બગદાણા એ સૌરાષ્ટ્ર ના યાત્રા ધામો માં ખુબજ પ્રચલિત છે અને અહીંયા ભક્તો પૂજ્ય બાપા ની એક ઝલક માટે દૂર દૂર થી પ્રવાસ ખેડીને આવે છે,બસ,ખાનગી વાહનો કે પછી પગપાળા યાત્રીઓ નો સંઘ અહીંયા બારે માસ દર્શનાર્થે આવે છે અને બગદાણા માં ભક્તો માટે રહેવા જમવાની નિઃશુલ્ક સેવા પણ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.

ગુરુપૂર્ણિમા ના અવસરે પણ ખુબજ મોટી સંખ્યામાં ભક્તો એ બજરંગદાસ બાપા ના દર્શન નો લ્હાવો લઈને મહા પ્રસાદી આરોગી ધન્યતા અનુભવી હતી.

Next Story