Top
Connect Gujarat

સ્મૃતિ ઈરાની અને અમિત શાહે રાજ્યસભાનાં સાંસદ તરીકે શપથ લીધા

સ્મૃતિ ઈરાની અને અમિત શાહે રાજ્યસભાનાં સાંસદ તરીકે શપથ લીધા
X

રાજયસભાનાં સાંસદ તરીકે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ શપથ લીધા હતા.

સ્મૃતિ ઈરાનીએ સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પ્રથમ વખત અમિત શાહ રાજ્યસભાના સાંસદ બન્યા છે. અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીને સભાપતિ વેંકૈયા નાયડુએ શપથ લેવડાવ્યા હતા. અમિત શાહ પહેલા ગુજરાત વિધાનસભાના પાંચ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે.

તારીખ 8 ઓગષ્ટના રોજ ગુજરાત રાજ્યસભાની ચૂંટણી થઈ હતી. ચૂંટણીમાં કુલ 176 ધારાસભ્યોએ મતદાન કર્યુ હતુ, બે મત રદ થતા 174 મતની ગણતરી કરવામાં આવી હતી. તેમાં અહમદ પટેલને 44 મત મળતા જીત મેળવી હતી, તેમણે ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને હાર આપી હતી. જયારે અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીને 46 - 46 મત મળ્યા હતા અને બળવંતસિંહ રાજપૂતને 38 મત મળ્યા હતા.

Next Story
Share it