Connect Gujarat
ગુજરાત

હવેથી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાશે!

હવેથી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાશે!
X

વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર,જાણો હવેથી પ્રેકટીકલ પરિક્ષાનું શું થશે?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવેથી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાશે. વિજ્ઞાન પ્રવાહની પરિક્ષામા ચાલતી ગેરરીતિઓને ડામવા ગુજરાત માધ્યમિક અને ઉં. બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર સિસ્ટમ રદ થતા બોર્ડ દ્વારા પરિક્ષા પધ્ધતિમાં ફેરફાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે વિજ્ઞાન પ્રવાહમાં કેમેસ્ટ્રી, ફિઝીક્સ અને બાયોલોજી વિષયમાં પ્રાયોગિક પરિક્ષા સ્કૂલ દ્વારા લેવાતી હતી.

બોર્ડે સાથે એવો પણ નિર્ણય કર્યો છે કે, પરિક્ષામા ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓની કોઇપણ સંજોગોમાં પરિક્ષા ફરીથી લેવામાં આવશે નહીં. બોર્ડના આ નિર્ણયથી મળતીયાઓને વધુ માર્ક આપવામા આવતા હોવાની ફરિયાદનું નિવારણ કરી શકાશે. જેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Story
Share it