૨૦૧૯માં ચંદ્રયાન, આદિત્ય-એલ૧ જેવા મિશન શરૂ કરાશે

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) વર્ષ ૨૦૧૯માં ૨૨ મિશન લોન્ચ કરવા માટે તૈયાર છે. ઈસરો હવે તેના ઓપરેશન્સને સંપૂર્ણ વેગથી આગળ ધપાવવા માટે કટિબદ્ધ છે. તેના લક્ષ્ય પ્રમાણે આગામી ત્રણ વર્ષમાં કુલ ૫૦ મિશન પાર પાડવામાં આવશે. ઈસરોનાં ચેરમેન શિવાન કે.એ કહ્યું હતું કે ૨૦૧૯માં ચંદ્રયાન-૨, આદિત્ય-એલ૧ (ભારતનું સોલાર મિશન) અને બે એસએસએલવીની ડેમોન્સ્ટ્રેશન ફ્લાઈટ્સ સામેલ રહેશે.

આ વર્ષે ઓપરેશન્સની ગતિ ધીમી રહી પરંતુ સપ્ટેમ્બરથી તેમાં વેગ આવશે. જેમાં પ્રથમ ઈસરો દ્વારા યુકેના બે સેટેલાઈટ્સ લોન્ચ કરાશે. જ્યારે ઓક્ટોબરમાં જીએસએલવી એમકે-૩ ડી ૨ દ્વારા જીસેટ-૨૯ લોન્ચ કરવામાં આવશે. તેના પછી પીએસએલવી-સી૪૩ દ્વારા હાયપર-સ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટને ૩૦ કમર્શિયલ કો-પેસેન્જર્સ સાથે લોન્ચ કરાશે.

તેના પછી નવેમ્બરમાં ઈસરો દ્વારા જીસેટ-૧૧ લોન્ચ કરશે.ઈસરોને આશા છે કે ૨૦૧૯માં ચંદ્રયાન-૨ના લોન્ચ સાથે તે નવવર્ષની શરૂઆત કરી શકશે.તેના પછી ઈસરો અન્ય વિશાળ સાયન્ટિફિક પ્રોજેક્ટને હાથ પર લેશે, જેમાં આદિત્ય-એલ૧નો સમાવેશ કરાશે. જેના દ્વારા સૂર્યની સપાટીનો અભ્યાસ કરવામાં આવશે.

LEAVE A REPLY