Connect Gujarat
ગુજરાત

દાહોદ આર.ટી.ઓ કચેરી ખાતેથી માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી-૨૦૧૯ નો શુભારંભ

દાહોદ આર.ટી.ઓ કચેરી ખાતેથી માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી-૨૦૧૯ નો શુભારંભ
X

દાહોદના નાગરિકો અને ખાસ કરીને યુવા ધનમાં માર્ગ સલામતી બાબતે જાગૃત્તિ કેળવવાના ઉદાત હેતુસર રાજય સરકારે ચાલુ વર્ષે ૦૪/૦૨/૨૦૧૯ થી તા. ૧૦/૨/૨૦૧૯ દરમિયાન ૩૦ મા “ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ-૨૦૧૯“ની ઉજવણી કરવાનો નિર્ધાર કરેલ છે. જેની થીમ “ સડક સુરક્ષા જીવન રક્ષા ” છે. જિલ્લામાં દાહોદ આર.ટી.ઓ કચેરી ખાતેથી માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી-૨૦૧૯ નો શુભારંભ નિવાસી અધિક કલેકટર એમ.જે.દવેએ દિપ પ્રાગટય સાથે કરાવ્યો હતો. વાહન ચાલકે અમુલ્ય જિંદગીને બચાવવા હેલમેટ અને સીટ બેલ્ટનો અવશ્ય ઉપયોગ કરવો જોઇએ નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે.જનજાગૃતિ અંગે હેલમેટ સાથેની બાઇક રેલીને લીલી ઝંડી આપી હતી

રાજયના સતત થઇ રહેલ આધુનિક અને રાજયમાં સતત વધતી જતી વાહનોની સંખ્યાને ધ્યાને લેતાં રાજયમાં થતાં માર્ગ અકસ્માતોમાં વધારો નોંધાયો છે.વર્ષ-૨૦૧૮ માં જાન્યુઆરી, સપ્ટેમ્બર-૧૮ દરમિયાન રાજયમાં કુલ ૧૩૯૧૪ માર્ગ અકસ્માતો નોંધાયેલા હતા. જેમાં ૫૯૨૩ વ્યકિતઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ પ્રાણ ધાતક અકસ્માતોમાં યુવાનો વધુ ભોગ બન્યા છે. એટલે કે વય ૧,૨૨ થી ૩૫ વર્ષના યુવાનો તેનો સૈાથી વધુ ભોગ બને છે. રાજય સરકારે આ અકસ્માત દર અને મૃત્યુ દર વધવા બાબતે વર્ષ ૨૦૨૦ સુધીમાં ૫૦ ટકા ઘટાડો લાવવા લક્ષ્યાંક નકકી કરેલ છે. જે માટે રાજય સરકારના તમામ વિભાગો સધન પ્રયાસો હાથ ધરી રહેલ છે.

દાહોદમાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિ અંગે હેલમેટ સાથેની બાઇક રેલીને લીલી ઝંડી આપતાં નિવાસી અધિક કલેકટર એમ.જે.દવેએ જણાવ્યું હતું કે કોઇકની ગલફતના કારણે કોઇકની જીંદગી નંદવાય એનાથી બીજો કયો મોટો ગુનો હોઇ શકે. વાહન સાથે સંકળાયેલ તમામ વાહન ચાલકો સહિત દરેક નાગરિકને ટ્રાફિકના નિયમોની જાણકારી હોવી જોઇએ. તે શરૂઆત આપણાથી જ કરીશુ તો ઘણા સુંદર પરિણામ હાંસલ કરી શકાય. ટ્રાફિક નિયમન સાથે સંકળાયેલ કર્મયોગીઓ થોડા વધુ સતર્કતા સાથે પ્રયત્નો કરી કોઇની અમુલ્ય જીંદગી બચાવી શકે છે.

આ માટે શિક્ષણની સાથે ટ્રાફિક નિયમન જાગૃત્તિ અંગે સમયાંતરે પ્રયાસો અમલીકરણ એજન્સીઓ શૈક્ષણિક સંસ્થાઓમાં કરે તો વિધાર્થીઓમાં જાગૃત્તિ આવશે એમ.અધિક કલેકટર દવેએ જણાવ્યું હતું આ પ્રસંગે ઇન્ચાર્જ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ટી.વી.દંત્રોલીયાએ સપ્તાહની ઉજવણીનો હેતુ સમજાવતા જણાવ્યુ હતુ કે વિશ્વમાં વાહન અકસ્માતના કારણે દર મિનિટે ૨ લોકોના મોત અને દર સેકન્ડે ૨ માણસો ઇજાગ્રસ્ત થાય છે. અને તેમાએ ૧૮ થી ૪૫ વર્ષથી વયના વ્યકિતઓનો સમાવેશ થાય છે. ત્યારે તે કુંટુબની શું હાલત થતી હશે તે તો જેની સાથે ઘટના બને તેને જ ખબર પડતી હોય છે. ત્યારે વાલીઓ પોતાના બાળકોને લાયસન્સ અને યોગ્ય ઉમર થયા વગર વાહનની ચાવી ન આપે. દરેક વાહન ચાલક હેલમેટ, સીટ બેલ્ટનો ઉપયોગ કરે ટ્રાફિક નિયમોનું પાલન કરે તો રાજય સરકારનો મૂળભૂત હેતુ સિધ્ધ થઇ શકે.

દાહોદમાં જિલ્લમાં આખા અઠવાડીયા દરમિયાન અલગ અલગ બેનરો, પોસ્ટરો લગાવવામાં આવે છે. પણ લોકોમાં જાગૃતિ માટે વાહન ચાલકોની દૃષ્ટિ તેમજ તેમજ આરોગ્ય ચકાસણી કેમ્પ વાહનોમાં રેડિયમ રિફ્લેક્ટસનું મહત્વ બાબતનો સેમિનાર ,જાહેરપરિવાહન નાં ડ્રાઈવર ને ટ્રાફિકના નિયમો અને માર્ગ સલામતી અંગે સેમિનાર ટ્રાન્સ પોર્ટ વાહનોના ડ્રાઇવરો ને ટ્રાફિકના નિયમો બાબતે પરિસંવાદ ,હેલ્મેટ સીટ બેલ્ટનું મહત્વ તથા કાયદાકીય સમજણ અંગે સેમિનાર તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જીવન અમુલ્ય છે, વાહન ચલાવતી વખતે જાગૃત રહો, સુરક્ષિત રહો!!! સાથે દાહોદ જિલ્લા માં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

Next Story