Connect Gujarat
Featured

નર્મદા : નર્મદા ડેમ સીઝનમાં પ્રથમ વખત પુર્ણ સપાટીએ, નદીમાં છોડાય રહયું છે પાણી

નર્મદા : નર્મદા ડેમ સીઝનમાં પ્રથમ વખત પુર્ણ સપાટીએ, નદીમાં છોડાય રહયું છે પાણી
X

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સીઝનમાં પ્રથમ વખત 138.68 મીટરની પુર્ણ સપાટીએ ભરાય ગયો છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઇ રહી હોવાથી ડેમના 23 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે.

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલો સરદાર સરોવર નર્મદા ડેમ પોતાની 138.68 મીટર સુધી મહત્તમ સપાટી સુધી પહોંચ્યો છે.સરદાર સરોવર છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ એલર્ટ થઇ ગયાં છે. .સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટી જાળવવા ફરીથી ડેમના 23 દરવાજા 20 સેમી ખોલી 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે.RBPH 6 યુનિટ જયારે CHPH ના 3 યુનિટ ચાલુ કરી વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહયું છે. પીએમ મોદીએ 17 સપ્ટેમ્બર 2017 ના રોજ સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું, ત્યારે ડેમને 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવ્યો હતો. ડેમ ખાતે દરવાજા લાગ્યા બાદ બીજી વખત નર્મદા ડેમ તેની પુર્ણ સપાટીએ ભરાયો છે.

Next Story