Connect Gujarat
ગુજરાત

ભરૂચ : લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસીના આધ્યાપક રાજેશ ડોડીયાને એવોર્ડ

ભરૂચ : લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસીના આધ્યાપક રાજેશ ડોડીયાને એવોર્ડ
X

થાઈલેન્ડના બેંકકોક ખાતે તા. ૩ અને ૪ ઑક્ટોબરના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદ સોસાયટી ઑફ ફાર્માસ્યુટિકલ્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચની પરિષદમાં ભરૂચની શ્રી લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસીના આધ્યાપક રાજેશ ડોડીયાએ ભાગ લીધો હતો. પરિષદની મુખ્ય થીમ ફાર્માસ્યુટિકલ્સ રિસર્ચ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ગેપ બ્રિજ કરવા ફાર્માસ્યુટિકલ્સ ઇનોવેશનને પ્રોત્સાહન આપવું તે રાખવામાં આવી હતી. પરિષદમાં વિવિધ દેશોમાંથી ૮૮ જેટલા તજજ્ઞોએ ભાગ લીધો હતો.

ભરૂચની લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસીના આધ્યાપક રાજેશ ડોડીયાએ સંશોધન વિષય “Development And Optimization Of In Situ Periodontal Gel Containing Metronidazole For The Treatment Of Periodontal Diseases” બેસ્ટ પોસ્ટર પ્રેઝન્ટેશન એવોર્ડ જીત્યો છે. તેને પ્રોફેસર ડો. પોનસાક સ્રિયામોંસાક અને ડો. ઉપેન્દ્ર નાગાઈચ દ્વારા ઈનામ પણ આપવામાં આવ્યું છે. આ બન્ને પ્રાધ્યાપકો SPER કમિટીના ચેરમેન અને કન્વીનર છે.

આ પ્રસંગે આધ્યાપક રાજેશ ડોડીયાએ મેળવેલી સિદ્ધિ બદલ સંસ્થાના અધ્યક્ષ એમ.એસ.જોલી અને યોગેશ પારીક સહિત સ્વામિનારાયણ શિશુ સહાયક કેન્દ્રના ટ્રસ્ટી આધ્યાપક ડો. કિશોર ઢોલવાણી સહિતના સ્ટાફે અભિનંદન પાઠવ્યા છે.

Next Story