Connect Gujarat
ગુજરાત

મોરબી : બ્લેકમેઈલિંગથી કંટાળી પ્રેમીએ પ્રેમીકાને કુહાડીના ઘા ઝીંકી કરી હત્યા

મોરબી : બ્લેકમેઈલિંગથી કંટાળી પ્રેમીએ પ્રેમીકાને કુહાડીના ઘા ઝીંકી કરી હત્યા
X

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ટોલનાકા નજીક ઓઇલમિલમાં કામ કરતી યુવતીની સહકર્મી દ્વારા હત્યા પ્રકરણમાં પ્રેમ પ્રકરણનો નવો ફણગો ફૂટ્યો છે. પોલીસે શકમંદ તરીકે ઝડપી લીધેલા આરોપીની પૂછતાછમાં મૃતક યુવતી પરણિત પ્રેમી સાથે ધરાર સંબંધ રાખવા દબાણ કરતા પ્રેમીએ કાસળ કાઢી નાખ્યાંની કબૂલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેમાં વાંકાનેર સીટી પોલીસે ઓઇલ મિલમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં ધીરજ નામના શખ્સને પકડી રિમાન્ડની તજવીજ સાથે કોર્ટમાં રજૂ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બે દિવસ પહેલા સૂર્યા ઓઇલમિલમાં બીલિંગનું કામ કરતી કવિતા કેતનભાઇ ચૌહાણ ઉ.વ.૨૦નું માથાના પાછળના ભાગમાં તથા ગાળાના ભાગે કુહાડીના ઘા મારીને હત્યા કરવા પ્રકરણમાં યુવતીના પિતા કેતનભાઇ પન્નાભાઈ ચૌહાણ ઉ.વ. ૪૪ રહે. વીસીપરા વાંકાનેર વાળાએ સિટી પોલીસમાં તેમની પુત્રી કવિતા સાથે મેનેજર તરીકે કામ કરતા આરોપી ધીરજ જીવાભાઈ આહીર રહે.ભાટીયા સોસાયટી વાંકાનેર મૂળ જુનાગઢ વાળા વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે હત્યારા ધીરજને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો.

જેમાં પોલીસ દ્વારા પહેલા શંકાના આધારે મેનેજર ધીરજની પુછપરછ હાથ ધરી હતી. બાદમાં સઘન પૂછતાછમાં ઓઇલમિલનો મેનેજર આરોપી ધીરજ પોપટ બની ગયો હતો. અને કબૂલાત આપી હતી કે છેલ્લા પાંચ વર્ષથી મેનેજર તરીકે ઓઈલમિલમાં કામ કરતો હતો. અને કવિતા છેલ્લા એક વર્ષથી આરોપી સાથે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે બીલીંગનું કામ કરતી હતી બંને વચ્ચે છેલ્લા સાત મહિનાથી પ્રેમ સબંધ બંધાયો હોય બંને અવારનવાર ઓફિસમાં એકલાં મળતાં અને શારીરિક સબંધ પણ બાંધતા હતા.

આશ્ચર્યની વાત તો એ છે કે આરોપી ધીરજ પરણિત હોય સંતાનમાં એક બે વર્ષની દીકરી અને પાંચ મહિનાનો પુત્ર છે. જેની તબિયત નાજુક રહેતી હોય અવારનવાર હોસ્પિટલમાં બતાવતા જતી વખતે આરોપીનું સઘળું કામ મૃતક યુવતી સંભાળતી હતી. જેમાં બનાવના દિવસે આરોપી પોતાના પુત્રને બતાવવા હોસ્પિટલે ગયેલ હોય કવિતાને મળવા ન આવતા આ બાબતે બંને વચ્ચે ફોનમાં ઝઘડો થયેલ બાદ આરોપી ત્રણ વાગ્યે કારખાને આવી ગયેલ ત્યાં પણ બંને વચ્ચે પ્રેમ સંબંધના ખટરાગમાં સાંજે છ વાગ્યાના અરસામાં ઉગ્ર બોલાચાલી થતાં કુહાડી વડે માથાના ભાગે અને ગળામાં માર મારતાં યુવતી રસોડામાં ઢળી પડી હતી. જો કે આરોપી ધીરજે કવિતાની હત્યા કર્યા બાદ ત્યાં હાજર રહેલ અને બીજા લોકોને બોલાવી યુવતી પડી જતાં મરણ થયાની સ્ટોરી ઉભી કરી હતી અને કવિતાને ઉપાડવા જતાં તેના કપડાં લોહીવાળા થઈ ગયેલ હોવાનું જણાવ્યું હતું.

19 વર્ષીય યુવતીના હત્યા પ્રકરણમાં પ્રેમપ્રકરણ કારણભૂત હોવાનું બહાર આવતા ચકચાર જાગી છે. ત્યારે હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપીની અટક કરી હથિયાર કબજે લઇ આરોપીના સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરેલ હોવાનું વાંકાનેર સીટી પીઆઈ એમ વી ઝાલા એ જણાવ્યું છે જો કે આરોપી દ્વારા યુવતીનો ફોન પણ અન્ય કોઈ જગ્યા એ સંતાડી દીધેલ હોય ફોન પણ રિકવરકરી ફોન માંથી વધુ પુરાવા એકઠાં કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જાણ્યા વિના પ્રેમમાં અંધ બની જતા યુવક યુવતીઓ માટે આ કિસ્સો લાલ બત્તી સમાન બની ગયો છે.

Next Story