Connect Gujarat
ગુજરાત

રાજકોટ : ધોળા દિવસે લૂંટની ઘટના આવી સામે, લૂંટારું 10 લાખની લૂંટ ચલાવી થયા ફરાર

રાજકોટ : ધોળા દિવસે લૂંટની ઘટના આવી સામે, લૂંટારું 10 લાખની લૂંટ ચલાવી થયા ફરાર
X

રાજકોટ જિલ્લાના જામકંડોરણામા ધોળા દીવસે આર.સી આંગડિયા પેઢીમાં લૂંટનો મામલો

આજે બપોરે 2 શખ્સો દ્વારા દ્વારા છરી બતાવી આસરે દસ લાખની લુટ કરવામાં આવી હતી

જિલ્લા પોલીસ વડા બલરામ મીણા જામકંડોરણા પહોંચ્યા

ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવી

પોલીસે ભોગ બનનાર ની પૂછપરછ કરી

જામકંડોરણા ના સીસીટીવી ચેક કરવામાં આવ્યા

રાજકોટના જામકંડોરણા ખાતે આજે ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. જામકંડોરણા ખાતે બપોરના સમયે આર.સી.આંગડિયા પેઢીમાં કર્મચારીઓ પોતાનું રૂટિન કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક બે બાઇક સવાર મોઢા પર રૂમાલ બાંધી ઘસી આવ્યા હતા. કર્મચારીને છરી બતાવી રૂપિયા ૧૦ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ન થઇ શકે તે માટે લૂંટારુઓ રોકડની સાથે સીસીટીવી કેમેરાનું DVR પણ લઇ અને ફરાર થઇ ગયા હતા.

પેઢીના માલિકે પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ પહોંચી હતી અને જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસ દ્વારા લૂંટની જાણ થતાંની સાથે જ જામકંડોરણા થી બહાર જતા તમામ હાઇવે પર નાકાબંધી કરી લૂંટારુઓને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

Next Story