Connect Gujarat
ગુજરાત

સુરતમાં મો. પેગંબર સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી વાયરલ કરાતાં વાતાવરણ તંગ

સુરતમાં મો. પેગંબર સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી વાયરલ કરાતાં વાતાવરણ તંગ
X

કોસંબા ખાતેના દિણોદ ગામમાં મો. પેગંબર સાહેબ વિરુદ્ધ વોટ્સએસ પર અભદ્ર ટિપ્પણી વાયરલ

કોસંબા ખાતેના દિણોદ ગામમાં મો. પેગંબર સાહેબ વિરુદ્ધ વોટ્સએસ પર અભદ્ર ટિપ્પણી વાયરલ કરાતા વાતાવરણ તંગ બની ગયું હતું. અહીંની સ્પિનિંગ મિલના કર્મચારીએ આ અભદ્ર ટિપ્પણી કરી હોવાની જાણ થતા આક્રોશિત મુસ્લિમોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું, અને હંગામો શરૂ કર્યો હતો. ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસ સાથે ઝપાઝપી થવા સાથે આક્રોશિત મુસ્લિમોના ટોળાએ ટિપ્પણી કરનારા યુવાનને ફટકારવાનું શરૂ કરતા પોલીસે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરતા માહોલ તંગ બની ગયો હતો. આ ઘટનાને પગલે રેંજ આઈજી સહિતના જિલ્લા પોલીસના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ કોસંબાથી ૨૦ કિમી દૂર દિણોદ ગામમાં ધી સુરત વણકર સહકારી સંઘ લિમિટેડ કંપની (સ્પિનિંગ મિલ) આવેલી છે. આ કંપનીમાં કામ કરતા મધ્યપ્રદેશના એક કર્મચારીએ તેના મુસ્લિમ સાથી કર્મચારીના વોટ્સએપ મો. પેગંબર સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. આ યુવાને વાયરલ કરેલી અભદ્ર ટિપ્પણી પેલા મુસ્લિમ કર્મચારીએ ગામમાં જઈ પરિચિતોને બતાવતા માહોલ ગરમાયો હતો. એક તરફ આજે ઇદનો માહોલ હોય આ પ્રકારની અભદ્ર ટિપ્પણી જોઈ મુસ્લિમ સમુદાયમાં રોષ ફાટી નીકળ્યો હતો, અને ગણતરીની મિનિટોમાં ૫૦૦-૬૦૦ ટોળું કંપની પર ધસી આવ્યું હતું. ટોળાએ ટિપ્પણી કરનારા યુવાનને તેમને સોંપી દેવાની માંગણી કરી હંગામો શરૂ કર્યો હતો.

આ ઘટનાની જાણ થતા કોસંબા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, ટોળાએ પોલીસે સાથે પણ ઝપાઝપી કરી હતી. જેને પગલે પીએસઆઈ તોમર સ્થળ પર આવ્યાં હતા. તેઓ ટિપ્પણી કરનારા યુવાનને પોતાની સાથે લઈ જઈ રહ્યાં હતા, ત્યારે ટોળાએ પીએસઆઈ તોમર સાથે ટપલી દાવ કરવા સાથે યુવાનને ફટકાર્યો હતો. જેને પગલે પીએસઆઈ તોમરે ટોળાને વિખેરવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બીજી બાજુ દિણોદગામ બનેલી ઘટના પોલીસના ઉચ્ચ અધિકારીઓના કાને પહોંચતા રેંજ આઈજી સહિતના પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા. કામરેજ, માંડવી સહિતના સુરત જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોથી પોલીસ બોલાવાઈ હતી.

Next Story