Connect Gujarat
સમાચાર

સુરત : ઉદ્યોગપતિના આત્મહત્યા કેસમાં આરોપી પોલીસ કર્મીઓના સસ્પેન્શન સાથે બદલી

સુરત : ઉદ્યોગપતિના આત્મહત્યા કેસમાં આરોપી પોલીસ કર્મીઓના સસ્પેન્શન સાથે બદલી
X

સુરત શહેરના એક ઉદ્યોગપતિની આત્મહત્યા સંદર્ભે સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૩૦૬, ૫૦૬(ર), ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ છે. આ ગુનામાં જેઓ આરોપી તરીકે છે તેવા સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનના પૂર્વ પોલીસ ઇન્સપેકટર એલ.પી. બોડાણા તથા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

આ ગુનામાં સામેલ પોલીસ અધિકારીઓ અનધિકૃત રીતે રજા ઉપર ગયેલ હોય અને આમ તપાસમાં સહકાર આપતા ન હોવાની ગેરવર્તણુકને ધ્યાને લઇને તથા ઉકત ગુનામાં તેમની શંકાસ્પદ ભુમિકા જણાતા સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તમામને સસ્પેન્ડ કરવામાં આવેલ હતા.

આ ગુનામાં નિષ્પક્ષ રીતે તપાસ થાય અને પુરાવાઓ સાથે ચેડા ન થાય તે માટે આજરોજ ડી.જી.પી. શ્રી આશીષ ભાટિયા દ્વારા એલ.પી. બોડાણા તથા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓનું જાહેર હિતમાં ફરજમોકુફીનું મુખ્ય મથક બદલાવતાં તેમને અલગ-અલગ સ્થળે બદલી કરેલ છે. પી.આઇ. બોડાણાને પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જુનાગઢ તેમજ અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓને અમરેલી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા એમ અલગ-અલગ જીલ્લામાં મૂકવામાં આવેલ છે.

Next Story