અફઘાનિસ્તાનથી વાયા ઇરાન થઇ ભારત લવાયેલું 1000 કરોડ રૂા.નું ડ્રગ્સ ઝડપાયું

0

ભારતના નવી મુંબઇ પોર્ટ ઉપરથી અફઘાનિસ્તાનથી ઇરાનના રસ્તે લવાયેલાં 1000 કરોડ રૂપિયાના ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું છે. ડ્રગ્સ માફિયાઓએ ડ્રગ્સની હેરાફેરી માટે પીવીસી પાઇપનો ઉપયોગ કર્યો હતો.

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાયેલી છે ત્યારે પણ દાણચોરો તેમના ઇરાદાઓ પાર પાડી રહયાં છે. અફઘાનિસ્તાનથી ભારતમાં ઘુસાડવામાં આવેલાં 1000 કરોડ રૂપિયાના ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું છે. ડ્રગ્સ માફીયાઓએ પીવીસીના પાઇપને વાંસના લાકડા જેવું પેઇન્ટીંગ કરી તેમાં ડ્રગ્સનો જથ્થો છુપાવ્યો હતો. આ ડ્રગ્સને અફઘાનિસ્તાનથી ઇરાનના રસ્તે ભારતમાં મોકલવામાં આવ્યું હતું.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (DRI) અને કસ્ટમ વિભાગના અધિકારીઓએ જ્યારે ડ્રગ્સ પકડ્યું ત્યારે શરૂઆતમાં દાણચોરોએ તેને આયુર્વેદિક દવા જણાવી હતી. પરંતુ તપાસમાં તે દવાના બદલે ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું. ડ્રગ્સના ઈમ્પોર્ટના દસ્તાવેજ તૈયાર કરનાર બે કસ્ટમ એજન્ટની મુંબઈથી અને એક આયાતાકાર અને ફાઈનાન્સરની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. બન્નેને પુછપરછ માટે મુંબઈ લાવવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here