New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/unnamed-2-1.jpg)
રાજ્ય સરકાર દ્વારા આજે ઘર વસાવવા માંગતા લોકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવેથી 125 ચોરસ મીટ સુધીના બાંધકામ માટે નગરપાલિકા અને મહાનગરપાલિકાની મંજૂરી નહી લેવી પડે.
તેમણે જણાવ્યુ હતું કે રાજ્યમાં તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે બાંધકામની મંજૂરી માટેના નિયમોમાં એકસૂત્રતા લાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં તમામ ન.પા. અને મ.ન.પા.ઓમાં એક સમાન વિકાસ પરવાનગી પ્રક્રિયાના નિયમો લાગુ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં નાગરિકોએ 125 મીટર ચો.મી.સુધીના વ્યક્તિગત મકાનના બાંધકામ માટે નગરપાલિકા કે મહાનગરપાલિકાની પરવાનગી લેવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.