New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/dhoni-1.jpg)
ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના જીવન પર બનાવેલી ફિલ્મ એમ.એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીનું ટ્રેલર લોન્ચ થતાં સમગ્ર દેશમાં તેના ચાહકોએ તેને વધાવી લીધું હતું.
દેશભરમાંથી ઘણાં લોકો આ ટ્રેલર જોઇ ચૂક્યા છે. જેમાં ઘણી સેલેબ્રિટીઓનો પણ સમાવેશ થાય છે. અનિલ કુંબલે અને શિખર ધવન જેવા ક્રિકેટરોએ ટ્રેલરના વખાણ કર્યા હતા.
જ્યારે બોલિવૂડ જગતની પણ ઘણી હસ્તીઓએ ધોનીની બાયોપિક ફિલ્મના ટ્રેલરને વખાણ્યું હતું. જેમાં શેખર કપૂર જેવા દિગ્ગજ નિર્દેશક અને ક્રિતી સેનનનો પણ સમાવેશ થાય છે.