New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/o-SUPREME-COURT-OF-INDIA-facebook.jpg)
સુપ્રીમ કોર્ટે બુધવારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને 24 કલાકની અંદર પોતાની વેબસાઇટ પર એફઆઇઆર અપલોડ કરવાના નિર્દેશ આપ્યા હતા. જ્યારે દુર્ગમ વિસ્તારો માટે આ સમય મર્યાદા 72 કલાકની રાખવામાં આવી છે.
બુધવારે યુથ બૉર એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલી અપીલની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 24 કલાકની અંદર એફઆઇઆરની કોપી અપલોડ કરવાના નિર્દેશ આપ્યા હતા.
સુપ્રીમ કોર્ટે છાપેમારી, મહિલાઓ અને બાળકો સાથે યૌન શોષણ જેવા સંવેનદશીલ કેસોમાં એફઆઇઆર અપલોડ કરવાની બાબતે છૂટ આપી છે.