/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/1477670148-5002.jpg)
ભારતીય રિઝર્વ બેંક નોટબંધીની અસરો અંગે 30 ડિસેમ્બર કે જે નોટબંધી અંગેની છેલ્લી સમય મર્યાદા છે તે વિશે પણ ઘટસ્ફોટ કરવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
નોટબંધી અંગેની છેલ્લી તારીખને 15 ડિસે.ને લઈને ઉદભવતા પ્રશ્નો સામે રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર આર ગાંધીએ જણાવ્યુ હતુ કે આ સમીક્ષા કાર્યક્રમ 30 ડિસે સુધી સતત ચાલશે.
ગાંધીએ માસિક નાણાકીય નીતિ સમીક્ષા કર્યા પછી પત્રકાર પરિષદ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપ્યા હતા.
8 નવેમ્બરના રોજ, સરકાર દ્વારા સમગ્ર દેશમાં રૂ 500 અને 1,000ની નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ખાતામાં જૂની ચલણી નોટો જમા કરાવવા માટે 30 ડિસેમ્બરને અંતિમ તારીખ જાહેર કરવામાં આવી હતી.
વધુમાં જણાવતા તેમણે કહ્યુ હતુ કે અત્યાર સુધીમાં રૂ 11.85 લાખ કરોડ જનતા દ્વારા જમા કરાવવામાં આવ્યા છે.
રૂપિયા 1000ની નોટ બહાર પાડવાના આયોજન વિશે પૂછતા તેઓએ જણાવ્યુ હતુ કે આ માટેનો નિર્ણય તો સમય અને લોકોની જરૂરિયાત પર આધાર રાખે છે કે રૂ 1000ની નોટ બહાર પાડવામાં આવશે કે નહિ પરંતુ રૂપરેખાને જોતા ભવિષ્યમાં આ સંબંધિત નિર્ણય હોઈ પણ શકે છે. પરંતુ હાલમાં આ અંગે કશું નક્કી કરવામાં આવેલ નથી.