/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/black-money-list-15-1468561887.jpg)
જે લોકો પાસે કાળુ નાણું છે તેમને વડાપ્રધાન મોદીએ 30 સપ્ટેમ્બરની ડેડ લાઇન પહેલા જાહેર કરી દેવાની ચેતવણી આપી હતી અને કહ્યુ હતું કે ત્યારબાદ કડક પગલાં લેવામાં આવશે.
મોદીએ નેટવર્ક 18ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે મારી સરકારે કાળા નાણાં મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાનો કર્યો હતો. જે સુપ્રીમ કોર્ટના મોનિટરીંગ હેઠળ કાર્ય કરે છે. અમે કાળા નાણાંને લગતા કેટલાક કાયદાઓ પણ બનાવ્યા છે. તેથી, કોઇ પણ પોતાના કાળા નાણાં વિદેશ ન મોકલે.
કાળા નાણાંને ભારત પાછુ લાવવા માટે અમે કાયદાઓમાં ફેરફાર કર્યો છે. જે લોકો પોતાનું કાળુ નાણું જાહેર કરવા માંગતા હોય તેમના માટે 30 સપ્ટેમ્બર સુધી ખાસ સ્કિમ આપવામાં આવી છે. તેથી, જેમણે જાણતા કે અજાણતા કાળુ નાણું જાહેર ના કર્યુ હોય તેઓ જાહેર કરી દે.
જે લોકો પાસે કાળુ નાણું છે તેમને 1 જૂનથી શરૂ થયેલી ઇન્કમ ડિક્લેરેશન સ્કિમ દ્વારા એક તક આપવામાં આવે છે કે તેઓ 30 સપ્ટેમ્બર પહેલાં પોતાનું કાળુ નાણું જાહેર કરી દે.