જામનગર ખાતે શહીદ વીર રમેશ જોગલની 23મી પુણ્યતિથિ નિમિત્તે જામનગર જિલ્લા માજી સૈનિક દ્વારા શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જામનગર : શહીદ વીર રમેશ જોગલની 23મી પુણ્યતિથિ નિમિત્તે માજી સૈનિકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય

જામનગરના લહેર તળાવ નજીક ગોરધનપર ગામે શહીદ રમેશ પેટ્રોલિયમ પેટ્રોલ પંપ ખાતે કારગિલ શહીદ વીર રમેશ જોગલની 23મી પુણ્યતિથિ નિમિત્તે જામનગર જિલ્લાના સૈનિકો અને માજી સૈનિકો દ્વારા શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૈનિકો અને માજી સૈનિકો દ્વારા વીર શહીદ રમેશ જોગલની તસવીરને ફૂલહાર અર્પણ કરી “રમેશ જોગલ, અમર રહો”ના નારા સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા માજી સૈનિક પ્રમુખ ભરતસિંહ સહિત સભ્યો, સૈનિકો અને દેશપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી.