વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી પર હરઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહયું છે જેમાં દરેક દેશવાસીઓને તિરંગો લહેરાવવા અપીલ કરવામાં આવી હતી. પી.એમ.નરેન્દ્ર મોદીના અભિયાનનો વિદેશમાં પણ રંગ જોવા મળી રહ્યો છે. ડેનમાર્કમાં વસતા ગુજરાતી પરિવારોએ પી.એમ.મોદીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને સ્વતંત્રતા પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી..