Connect Gujarat
ગુજરાત

ધોરણ10 નું પરિણામ જાહેર, અમદાવાદના શાશ્વતએ મારી બાજી

ધોરણ10 નું પરિણામ જાહેર, અમદાવાદના શાશ્વતએ મારી બાજી
X

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો.10ની પરીક્ષાનું 66.67% પરિણામ આવ્યું છે.જેમાં 90 % ઉપર આવેલા વિદ્યાર્થીઓએ કનેક્ટ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી.

ધો.10માં સમગ્ર ગુજરાતમાંથી 11.59 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જોઈ શકાશે. ગયા વર્ષ કરતા આ વર્ષે પરિણામ આઠ દિવસ વહેલું જાહેર કરાયું છે. ત્યારેએ 90 % ઉપર આવેલા વિધાર્થીઓ સાથે વાત કરતા વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતું કે તેવો હવે 10 પછી સાયન્સ ફેકલ્ટીમાં જવા માંગે છે અને પોતે હાર્ડ વર્ક ની જગ્યાએ સ્માર્ટ વર્ક કરવાનું વધારે પસંદ કર્યું હતું સાથે સ્કૂલ અને માતા પિતાએ પણ તેમને અભ્યાસમાં વધારે સપોર્ટ કર્યો હતો ખાસ કરીને મોટા ભાગના વિદ્યાર્થીઓ એંજિન્યરિંગ ના અભ્યાસમાં વધારે રુચિ ધરાવતા જોવા મળ્યા હતા.

પરીક્ષામાં કુલ 8,28,944 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી 8,22,823 વિદ્યાર્થી પરીક્ષામાં હાજર રહ્યા હતા. તેમાંથી 5,51,023 વિદ્યાર્થી પાસ થયા છે. રાજ્યનો સુરત જિલ્લો 79.63% પરિણામ સાથે પ્રથમ ક્રમ પર અને છોટાઉદેપુર જિલ્લો 46.38% સાથે છેલ્લા ક્રમ પર આવ્યો છે. 2018માં પણ સુરત જિલ્લો 80.06% સાથે પ્રથમ ક્રમે આવ્યો હતો આ મામલે અમદાવાદની વાત કરવામાં આવે તો શહેરમાં પુલવામાં ફરજ બજાવતા ફૌજીની દીકરીએ પણ બાજી પુલવામાં હુમલો થાયા બાદ ઘરના લોકો પરેશાનિઓ માં રાવેવા છતાં પણ બાજી મારી હતી.

Next Story