Connect Gujarat
Featured

અમદાવાદ : સિવિલના 1200 બેડ થઇ ગયાં ફુલ, હવે વાહનોમાં થઇ રહી છે સારવાર

અમદાવાદ : સિવિલના 1200 બેડ થઇ ગયાં ફુલ, હવે વાહનોમાં થઇ રહી છે સારવાર
X

ગુજરાતમાં કોરોનના કેસ વધી રહ્યા છે.ત્યારે માત્ર અમદાવાદથી નહિ રાજ્યભરમાંથી લોકો પણ અમદાવાદની 1200 બેડ સિવિલ હોસ્પિટલ આવી રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં 90 થી 100 જેટલી એમ્બ્યુલન્સની લાઈનો પણ જોવા મળી રહી છે. ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હવે સિવિલ હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ અથવા કારમાં જ સારવાર આપવામાં આવી રહી છે. અમદાવાદમાં હવે કોરોના સારવાર માટે બેડ મળવા મુશ્કેલ બની ગયા છે. ખાનગી હોસ્પિટલ હોય કે પછી સરકારી હોસ્પિટલ હોય ક્યાં પણ જગ્યા મળવી મુશ્કેલ પડી રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલની બહાર દર્દીઓને લઇને આવતી એમ્બયુલન્સની તથા ખાનગી વાહનોની કતાર લાગી જાય છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે દર્દીઓને વાહનોમાં જ સારવાર આપવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલની બહાર કરૂણ દ્રશ્યો જોવા મળી રહયાં છે. કોરોના સામે આરોગ્ય વિભાગ પણ લાચાર સાબિત થઇ રહયું છે. જીવ બચાવવાની મથામણ કરતાં દર્દીઓ અને દેવદુત સમાન મેડીકલ સ્ટાફની દોડધામ સિવિલની બહાર જોવા મળી રહી છે. ગોંડલ પાસેના એક ગામથી આવેલાં કોરોનાના દર્દીની તેમની કારમાં જ સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.



સિવિલ હોસ્પિટલમાં હાલમાં અંદાજે 96 જેટલી એમ્બ્યુલન્સ ઉભેલી છે અને તેમાં દર્દીઓ પણ છે. એ તમામ દર્દીઓને જેમ જેમ વારો આવે તેમ સારવાર આપવામાં આવી રહી છે. ઓક્સિજનન ચઢવવાની જરૂર હોય તો ઓક્સિજન આપવામાં આવે છે. તમામ દર્દીઓને બેડ મળે ત્યાં સુધી પ્રાથમિક સારવાર મળે તે પ્રકારે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ પણ કહી રહયા છે કે અમે અમારી બનતી કોશિશ કરી રહયા છીએ જે દર્દીઓ ગંભીર છે તેમને એમ્બ્યુલન્સમાં સારવાર મળી રહે તે માટે એક વિશેષ ડોક્ટરની ટીમ કામે લાગી છે.


અમદાવાદની 1200 બેડ હોસ્પિટલમાં 24 કલાક દર્દીઓ આવી રહયા છે અને પોઝટિવ દર્દીઓ સામે ડિસચાર્જ ઓછા થઇ રહયા છે ત્યારે જે દર્દીઓને લઈને 108 આવે છે તેમાં રહેલા દર્દીને 8 થી 10 કલાક રાહ જોવી પડે છે ત્યારે કોરોના મહામારીમાં અમદાવાદની સરકારી હોસ્પિટલે એક સરાહનીય પગલું લીધું છે.

Next Story