અમદાવાદ : ધ્રાંગધ્રાથી 3 મિત્રો આવ્યા હતા પાઠ્યપુસ્તકોની ખરીદી કરવા, જુઓ એક મિત્ર સાથે કેવી બની ઘટના..!

New Update
અમદાવાદ : ધ્રાંગધ્રાથી 3 મિત્રો આવ્યા હતા પાઠ્યપુસ્તકોની ખરીદી કરવા, જુઓ એક મિત્ર સાથે કેવી બની ઘટના..!
Advertisment

અમદાવાદ શહેરમાં AMTS બસના કારણે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ધ્રાંગધ્રાથી ત્રણ મિત્રો અભ્યાસ માટેના પાઠ્યપુસ્તકો લેવા અમદાવાદ ખાતે આવ્યા હતા, તે દરમ્યાન શહેરના ઇસ્કોન મંદિર નજીક યમરાજ બનીને આવેલી AMTS બસે અકસ્માત સર્જી એક મિત્રનો ભોગ લીધો હતો.

Advertisment

અમદાવાદ શહેરમાં SG હાઇવે પર આવેલ ઇસ્કોન મંદિર નજીક મુખ્ય રોડ પર AMTS રૂટ નં. 501ની બસના ચાલકે એક બાઈક સવાર યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બસીદખાન પઠાણ નામનો યુવક તેના અન્ય મિત્રો સાથે શહેરના રિલીફ રોડ પર આવેલ પુસ્તકની દુકાને પાઠ્યપુસ્તકોની ખરીદી માટે આવ્યો હતો. તે દરમ્યાન AMTS સાથે અકસ્માત થતા તેનું મોત નીપજ્યું હતું.

સમગ્ર બનાવના પગલે SG હાઈવે ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતકના પરિવારને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. જોકે ઘટના પાછળ કોણ જવાબદાર છે અને ઘટના કેવી સર્જાઈ તે અંગે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે, ત્યારે બેદરકારીના કારણે અકસ્માતમાં એક યુવકનું મોત થતાં બસચાલકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

Latest Stories