Connect Gujarat
સમાચાર

અમદાવાદ : એક પોલીસકર્મી માસ્કના દંડના નામે વેપારીઓના ખિસ્સા ખાલી કરતો હતો, પણ તે નીકળ્યો નકલી

અમદાવાદ : એક પોલીસકર્મી માસ્કના દંડના નામે વેપારીઓના ખિસ્સા ખાલી કરતો હતો, પણ તે નીકળ્યો નકલી
X

અમદાવાદના રીલીફ રોડ પર પોલીસ કર્મચારી વેપારીઓ પાસે માસ્કના દંડના નામે રૂપિયા ઉઘરાવતો હોવાની બાતમી કારંજ પોલીસને મળી હતી. પોલીસે વોચ ગોઠવી નકલી પોલીસ કર્મચારીને ઝડપી પાડયો હતો.

અમદાવાદની કારંજ પોલીસે નકલી પોલીસ બની વેપારીઓ તેમજ લોકોને લુંટી રહેલા આરોપીને ઝડપી પાડયો છે. નકલી પોલીસ બની આરોપી રાજેશ બહુરૂપી અને જગદીશ ઉર્ફે ધારા હીરાવત દુકાનોમાં ફરતો હતો અને વેપારીઓ માસ્ક ફડિંગ નામે પૈસા માગતો હતો. વેપારીઓને ડરાવવા માટે તે દુકાન કામ કરતા કારીગરો ગણતરી પણ કરતો હતો. ખાખી વર્દીનો રોફ જમાવી તેણે બે અલગ અલગ વેપારી પાસે 1700 રૂપિયા પડાવી લીધા હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે આરોપીની વધુ તપાસ કરતા છેલ્લા 3 મહિનાથી શહેર અલગ અલગ જગ્યા પર અનેક લોકો નિશાન બનાવી પૈસા પડાવી લીધા છે. અસલાલી પાસે એક દંપત્તિ પાસે 2 હજાર રૂપિયા પડાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે પકડાયેલ બહુરૂપીઓ અલગ અલગ વેશ બદલીને પણ રૂપિયા પડાવતાં હોવાનું સામે આવ્યું છે. નકલી પોલીસ બનેલ બહુરૂપીઓ ખાખી કપડાં ક્યાંથી લાવ્યા છે જે મામલે પૂછપરછ શરૂ કરી છે..

આવા અનેક કિસ્સા સામે આવ્યા બાદ ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ દ્વારા અનેકવાર અપીલ કરવામાં આવી ચુકી છે કે, પોલીસથી ગભરાવાની જરૂર નથી. કોઇ પણ પોલીસ તમને અટકાવે તો ચોક્કસ રીતે તમે તેનું આઇકાર્ડ માંગી શકો છો.

Next Story