Connect Gujarat
Featured

અમદાવાદ : ભાજપ અને કોંગ્રેસના એકબીજા પર પ્રહાર પણ ખરો મદાર તો મતદારો ઉપર જ

અમદાવાદ : ભાજપ અને કોંગ્રેસના એકબીજા પર પ્રહાર પણ ખરો મદાર તો મતદારો ઉપર જ
X

રાજ્યની 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રચાર હવે વેગ પકડી રહ્યો છે અને ભાજપ અને કોંગ્રેસ બને એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહયા છે.

ભાજપ તરફથી પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, દરેક વિધાનસભા બેઠક પર ભાજપાને જનતાનો જબરદસ્ત જનપ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતની જનતાના આશીર્વાદ ભાજપા સાથે છે ત્યારે હાર ભાળી ગયેલી કોંગ્રેસ એક જવાબદાર રાજકીય પાર્ટીને શોભે નહીં તેવી નિમ્ન કક્ષાની હરકતો પર ઉતરી આવી છે. ગઈકાલે સુરત ખાતે ઈંડા ફેંકવાની જે ઘટના બની છે તે શરમજનક છે.

તો કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે ભાજપના 8 ઉમેદવાર ચૂંટણી હારશે કારણકે ખેડૂતો દુઃખી છે રોજગારીની સમસ્યા છે તો સાથે કયળો વ્યવસ્થા જાળવવમાં આ સરકાર નિષ્ફળ ગઈ છે સોથીમોટો મુદ્દો છે કે પક્ષ પલ્ટુ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે જનતા સબક શીખડાવશે ભાજપ અને કોંગ્રેસ બને એકબીજા પર આરોપ લગાવી રહયા છે મનીષ દોશીએ આરોપ લગાવતા કહ્યું કે અમારા ઉમેદવારો કર્મઠ છે કર્તવ્યનિષ્ટ છે જનતા સાથે સીધા સંર્પકમાં રહે છે.

Next Story