Connect Gujarat
Featured

અમદાવાદ : તમામ માર્ગ પર “કોરોના ચેકપોસ્ટ” ઊભી કરાઇ, રિપોર્ટ કઢાવ્યા બાદ જ લોકોને મળશે શહેરમાં પ્રવેશ

અમદાવાદ : તમામ માર્ગ પર “કોરોના ચેકપોસ્ટ” ઊભી કરાઇ, રિપોર્ટ કઢાવ્યા બાદ જ લોકોને મળશે શહેરમાં પ્રવેશ
X

ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પ્રવેશ કરતાં તમામ માર્ગ પર કોરોના ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં સરકારી કે ખાનગી વાહન અમદાવાદમાં પ્રવેશ કરતા પહેલા લોકોએ રિપોર્ટ કઢાવ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે.

અમદાવાદ ખાતે આવતા તમામ સરકારી કે ખાનગી વાહનોના ચાલકોને ટેસ્ટ કરાવવો ફરજીયાત થઈ ગયો છે. અમદાવાદના સાંથલ સર્કલ પાસે કોર્પોરેશન દ્વારા કોરોના ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં 6 ટીમ કાર્યરત કરાઇ છે. સૌરાષ્ટથી એસટીમાં આવતા તમામ મુસાફરોએ ટેસ્ટ કરાવવું ફરજીયાત છે. જોકે તે ટેસ્ટનો રિપોર્ટ પણ 5 મિનિટમાં આપી દેવામાં આવે છે.

ગતરોજ ગુરુવારથી શરુ કરવામાં આવેલી ચેક પોસ્ટમાં હાલ સુધી 492 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં એક પણ કેસ પોઝેટીવ આવ્યો ન હતો. જોકે બીજા દિવસે 150થી વધુ ટેસ્ટ કરાતા 3 પોઝેટીવ કેસ સામે આવ્યા હતા. જે લોકોને જે જિલ્લામાંથી આવ્યા હોય ત્યાં જવું હોય તો, ખાનગી વાહન મારફતે પરત જવા દેવામાં પણ આવે છે. જો અમદાવાદમાં સારવાર લેવી હોય તો, તેને સમરસ હોસ્ટેલ અથવા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવે છે.

Next Story