અમદાવાદ : ગાંડા ચાલશે પણ ગદ્દાર નહીં, પરેશ ધાનાણીના ટ્વિટરથી ભાજપ મૂંઝવણમાં

0

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી ચોજાવા જઈ રહી છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટી સ્ટાર પ્રચારકો ઉતારીને પ્રચાર કરી રહી છે. પરેશ ધાનાણી સતત સોશિયલ મીડિયામાં ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહયા છે. પરેશ ધાનાણીએ ટ્વિટ કરી ગદ્દારી કરનારા ધારાસભ્યો પર પ્રહાર કર્યો છે. ધાનાણીએ ટવીટમાં એક કાર્ટૂન મૂકી લખ્યું છે કે ગદ્દારો વિરૂધ્ધ, ગુજરાતની લડાઈ, ગાંડો હશે તોય હાલશે પણ ગદ્દાર નહીં જ!, એ સિવાય બીજી ટ્વિટમાં પણ એ જ પ્રાસમાં લખ્યું છે કે, પાણા હશે તોય હાલશે પણ, ગદ્દાર માણસ તો નહીં જ..!

રાજ્યસભાની ચૂંટણી પહેલા જ ધારાસભ્ય તરીકે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા હતા. જેમાં અબડાસા, લીંબડી, મોરબી, ધારી, કરજણ, ડાંગ, કપરાડા અને ગઢડા બેઠકથી રાજીનામું આપ્યા બાદ રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પાંચ પૂર્વ ધારાસભ્ય સત્તાવાર રીતે ભાજપનો ખેસ ધારણ કરી દીધો હતો. તેમાંથી અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા, ધારી બેઠક પર જે.વી. કાકડિયા, કરજણ બેઠક પર અક્ષય પટેલ અને કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરીને ભાજપે પેટાચૂંટણી લડવા ટિકિટ આપી છે.

પરેશ ધાનાણી અત્યાર સુધીમાં 12  ટ્વિટ કરી ચુક્યા છે. જેમાં તેમણે હેશટેગ રાખ્યું છે ગદ્દાર જયચંદોને જવાબ આપો. કોંગ્રેસ સાથે છેડો ફાડી ગયેલા પૂર્વ ધારાસભ્યો પર વિપક્ષ નેતા પરેશ ધાનાણી ટ્વિટ કરીને વાર કરી રહ્યા છે. 17મી ઓક્ટોબરથી અત્યાર સુધી તેઓ 12 જેટલી ટ્વિટ કરી ચૂક્યા છે પરેશ ધાનાણીએ કરેલી 10 ટ્વિટમાં તેમણે સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ એમ લખીને અલગ અલગ ટ્વિટ કરી છે. જેમાં તેમણે તબક્કાવાર લખ્યુ છે કે, વફાદારો બધા ફરે છે ‘વાંઝીયા’ અને ગદ્દારોને ઘેર જ ‘પારણું’ કેમ બંધાણું.?, બેરોજગાર યુવાનોને નથી જડતી છોકરી, તમે શું કામે કરી પાટલી બદલવાની નોકરી?, ઘરે ઘેરે હતી મોંઘવારીની મોકાણ, છતાંય કેમ થોપ્યો ચૂંટણીનો ભાર..?


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here