Connect Gujarat
Featured

અમદાવાદ : મંદી છતાં પણ સોના ચાંદીની ધોમ ખરીદી, કરોડોનું એડ્વાન્સ બુકિંગ

અમદાવાદ : મંદી છતાં પણ સોના ચાંદીની ધોમ ખરીદી, કરોડોનું એડ્વાન્સ બુકિંગ
X

અમદાવાદ શહેરમાં આજે ધનતેરસના દિવસે મોટી સંખ્યામાં સોનું અને ચાંદીની ખરીદી કરવા ગ્રાહકો નીકળશે તેવો અંદાજ સોના-ચાંદીના વેપારીઓ રાખી રહ્યા છે. દિવાળીને લઈને કરોડો રૂપિયાના ઝવેરાત વેચાણ થવાનો અંદાજ છે, જેમાંથી 50 ટકાથી વધુનાં એડવાન્સ બુકિંગ થઈ ગયા હોવાનું જ્વેલર્સ જણાવી રહ્યા છે, પરંતુ કોરોના અને ઊંચા ભાવના કારણે ગયા વર્ષ કરતાં આ વર્ષે ધનતેરસ સોના-ચાંદીનું વેચાણ સરેરાશ 30 ટકા ઘટવાનો અંદાજ છે. આર્થિક ભીંસ છતાં વેપારને ધારણા કરતાં સારો પ્રતિસાદ મળે તેવી શક્યતા છે.

વિશ્વભરમાં કોરોના મહામારીના કારણે બજાર સુસ્ત થયા હતા. જેની અસર ભારતીય માર્કેટ પર પણ જોવા મળી રહી છે. કોવિડને લઈને અર્થ તંત્ર તળિયે ગયું છે. ત્યારે દિવાળી પર્વ નિમિત્તે સોના બજારમાં તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદમાં આજે ધનતેરસના દિવસે કરોડોના દાગીનાના વેચાણનો અંદાજ છે. અમદાવાદ સૌથી મોટા જવેલર્સ એબી જવેલર્સ ના મનોજ સોનીએ જણાવ્યું કે, આ વખતે 100 કરોડથી વધુનાં સોના-ચાંદીનું વેચાણ થવાનો અંદાજ છે, જેમાંથી 50થી 70 કરોડના એડવાન્સ બુકિંગ થયા છે. હાલ 10 ગ્રામદીઠ 24 કેરેટનો ભાવ 51 હજાર છે, જે ગયા વર્ષે 38 હજાર હતો. ગયા વર્ષની સરખામણીએ કિંમતની દૃષ્ટિ વેચાણ વધશે, પણ જથ્થાની રીતે વેપાર 25થી 30 ટકા ઓછો રહેવાનો અંદાજ છે. ધનતેરસ દિવસે થનારા સોનાના કુલ વેચાણમાં 70 ટકાથી વધુ હિસ્સો જ્વેલરીનો રહેશે. જ્યારે રોકાણ માધ્યમથી ખરીદનારા ગ્રાહકોનો હિસ્સો 30 ટકા રહેશે. આ વર્ષે કોરોનાને કારણે વેપારને સરેરાશ 25થી 30 ટકા અસર પડી છે. જોકે કિંમતની રીતે જોઈએ તો ગત વર્ષ જેટલા રૂપિયાનું જ વેચાણ થશે, પરંતુ વોલ્યુમમાં નજીવો ઘટાડો થશે.


બીજી બાજુ કોરોના સંક્ર્મણનો ભોગ ના બને તે માટે અહીં સૅનેટાઇઝ માસ્ક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને સરકારની ગાઈડ લાઈન મુજબ અહીં વેચાણ થઇ રહ્યું છે. કોરોના કાળમાં ખરીદી નોહતી અને છેલ્લા 2 મહિનાથી સોનાનો ભાવ 57 હજાર હતો તે ઘટીને 51 હજારે પોહ્ચ્યો છે તેથી લોકો ખરીદી કરવા પોહચી રહયા છે. આમ દિવાળીના છેલ્લા દિવસોમાં સોના ચાંદીની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે.

Next Story