Connect Gujarat
Featured

અમદાવાદ : મુખ્યમંત્રીના હસ્તે 72 જેટલા વિકાસકામોનું ઇ- ભુમિપુજન અને લોકાર્પણ

અમદાવાદ : મુખ્યમંત્રીના હસ્તે 72 જેટલા વિકાસકામોનું ઇ- ભુમિપુજન અને લોકાર્પણ
X

જ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ મહાનગરપાલિકાના કુલ 72 જેટલા કામો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઇ- ભુમિપુજન તથા લોકાર્પણ કર્યા હતાં. આ વિકાસ કામો માટે 1,078 કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે કોરોના સંકટ વચ્ચે પણ ગુજરાતમાં 17 હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થયા છે. આ આંકડાઓ જ બતાવે છે કે આપણે વિકાસની હરણફાળ ભરી રહ્યા છીએ. તેમણે અમદાવાદના વખાણ કરતા કહ્યુ હતુ કે,અમદાવાદે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની સાથે સાથે ઈઝ ઓફ લિવિંગમાં પણ પોતાનુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમદાવાદ હવે માણવાલાયક , રહેવાલાયક , જીવવા લાયક શહેર બન્યું છે. આજે ઘણા રીટાયર્ડ કર્મચારી,અધિકારી કે જે પરપ્રાન્તથી અહિ કામ માટે આવેલા એમની સાથે વાત કરતા તેઓ કહે છે કે અમારી બાકીની જીંદગી અહિ જ પસાર કરવી છે આ શહેર અમને ગમે છે. અમદાવાદ શહેરના વિકાસ માટે સરકારે 1,078 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે

Next Story