Connect Gujarat
Featured

અમદાવાદ : કારમાં એકલા હશો તો પણ પહેરવું પડશે માસ્ક, નહિ તો દંડ ભરવા રહેજો તૈયાર

અમદાવાદ : કારમાં એકલા હશો તો પણ પહેરવું પડશે માસ્ક, નહિ તો દંડ ભરવા રહેજો તૈયાર
X

અમદાવાદમાં આજથી કાર ચાલકો તથા અન્ય પેસેન્જર વાહનચાલકોએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. કારમાં એકલા હશો તો પણ માસ્ક પહેરવું પડશે. પોલીસ કમિશનરના જાહેરનામાનો કડકપણે અમલ કરાશે અને માસ્ક વિના પકડાશો તો દંડ પણ ભરવો પડશે. અમદાવાદ સીપીના જાહેરનામાનો આજથી શહેરમાં કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે...


અમદાવાદમાં આજથી જો કોઇ વાહનચાલક તથા તેમાં મુસાફરી કરતા મુસાફરો માસ્ક વગર પકડાશે તો બંને પાસેથી નિયત કરાયેલી દંડની રકમ વસુલાશે. રાજ્યના ગૃહવિભાગે જાહેર સ્થળો, કાર્યસ્થળો, મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનું ફરજીયાત કર્યું છે ફોર વ્હિલર-રિક્ષા-ટેક્સી-કેબ-સરકારી-ખાનગી વાહન ચાલકોના ડ્રાઇવર એકલા જ મુસાફરી કરતા હોય તેમણે પણ તેમના માટે માસ્ક પહેરવું ફરજીયાત છે.આજથી શહેરમાં અલગ અલગ પોઇન્ટ પર પોલીસ કાર્યરત થઇ છે અને માસ્ક વગર કાર ચલાવતા લોકો સામે કાર્યવાહી કરી રહી છે




અગાઉ મે 2020માં ગૃહ વિભાગ-ગુજરાત સરકારના હુકમથી ફોર વ્હિલરમાં મુસાફરી દરમિયાન વાહન ચલાવનાર એક જ વ્યક્તિ હોય તો મુસાફરી દરમિયાન તેમને ચહેરાને માસ્ કે કપડાં કે અન્ય રીતે ઢાંકવાથી મુક્તિ અપાઇ હતી.હવે રિક્ષાચાલકો, ટેક્ષી-કેબ ડ્રાઇવર્સ, સરકારી-ખાનગી વાહનોના વાહનચાલકો અને મુસાફરોએ ફરજીયાત માસ્ક પહેરવું પડશે.ગૃહવિભાગના જૂન 2020 અને આરોગ્ય વિભાગના ઓગસ્ટ 2020ના હુકમમાં વિસંગતતા જણાતા આ નિર્ણય લેવાયો છે. હવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઓગસ્ટ 2020ના હુકમને આખરી માન્ય રાખ્યો છે


આ બાબતે અમદાવાદના કર ચાલકો પણ આ નિયમને આવકારી રહયા છે કારચાલકોનું કેહવું છે કે કોરોનાની મહામારી છે તેથી માસ્ક પહેરવું જોઈએ અને જો માસ્ક ના પહેરે તો દંડ પણ લેવો જોઈએ આમ આજથી અમદાવાદમાં હવે એકલ વ્યક્તિ માટે પણ માસ્ક ફરજિયાત થયું છે.

Next Story