Connect Gujarat
Featured

અમદાવાદ : શ્રેય હોસ્પિટલમાં ફાયર સેફ્ટી મુદ્દે ઘોર લાપરવાહી, ચાર દિવસ બાદ ટ્રસ્ટી વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ : શ્રેય હોસ્પિટલમાં ફાયર સેફ્ટી મુદ્દે ઘોર લાપરવાહી, ચાર દિવસ બાદ ટ્રસ્ટી વિરુદ્ધ ગુનો દાખલ
X

અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલી શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા ત્યારે આ સમગ્ર મામલે ચાર દિવસ બાદ નવરંગપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ થઇ છે.ફરિયાદમાં હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી ભરત મહંત સામે ગુનો દાખલ કર્યો છે.મહત્વનું છે કે FSL ના રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે જે સમયે આગ લાગી તે આઈ.સી.સી.યુ વોર્ડમાં ઉત્તર અને દક્ષિણ દિશામાં આવેલી દીવાલોમાં લાગેલી બારીઓ સ્ક્રુથી ફીટ કરવામાં આવેલી હોવાથી ધૂમાડો બહાર ન નીકળી શક્યો હોવાથી દર્દીઓના ગૂંગળાઈને મોત થયા હતા.તેમજ હોસ્પિટલમાં ફાયર noc પણ ન હોવાના કારણે ફાયર ઓડિટ પણ થઈ શક્યું ન હતું.તેમજ જે વોર્ડમાં આગ લાગી ત્યાં ફાયર એલાર્મ પણ ન હોવાનું સામે આવ્યું છે.આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસે શ્રેય હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી ભરત મહંત સામે બેદરકારીનો ગુનો દાખલ કરી તેમની ધરપકડની તજવીજ હાથ ધરી છે.નવરંગપુરા પોલીસે IPCની કલમ ૩૩૬ ૩૩૭ ૩૩૮ અને ૩૦૪ (અ) મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

Next Story