Connect Gujarat
Featured

અમદાવાદ : અમદાવાદમાં સોમવારથી માત્ર નાઇટ કરફયુ, પોલીસ કમિશનર નીકળ્યાં શહેરની મુલાકાતે

અમદાવાદ : અમદાવાદમાં સોમવારથી માત્ર નાઇટ કરફયુ, પોલીસ કમિશનર નીકળ્યાં શહેરની મુલાકાતે
X

આવતી કાલે સોમવારે સવારે 6 વાગે અમદાવાદ શહેરમાં 57 કલાકના કરફયુની અવધી પુર્ણ થઈ રહી છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે એક મહત્વની જાહેરાત કરી છે. જેમાં અમદાવાદમાં સોમવારથી માત્ર નાઇટ કરફયુ અમલી રહેશે. વડોદરા, સુરત અને રાજકોટમાં પણ નાઇટ કરફયુનો અમલ કરાવાશે. બીજી તરફ કરફયુના અમલીકરણની સમીક્ષા કરવા અમદાવાદના પોલીસ કમિશનરે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.

અમદાવાદમાં શનિ-રવિની રજાઓ હતી અને લોકો બહુ ભેગા ન થાય અને કોરોના વાયરસનું સંક્રમણ રોકી શકાય તે માટે અમદાવાદમાં બે દિવસનો કરફયુ નાંખી દેવાયો છે. હવે અમદાવાદીઓ માટે રાહતના સમાચાર આવ્યાં છે. સોમવારે સવારે 6 વાગ્યા બાદ લોકો પોતાના ઘરોની બહાર નીકળી શકશે. અમદાવાદની સાથે સાથે રાજકોટ, સુરત અને વડોદરામાં નાઇટ કરફયુનો બીજી સુચના ન મળે ત્યાં સુધી અમલ કરાવવામાં આવશે. અમદાવાદીઓ બે દિવસથી પોતાના ઘરોમાં કેદ થઇ ગયાં છે. લોકો કરફયુનો ભંગ ન કરે તે માટે વિવિધ વિસ્તારોમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ચકાસણી કરી હતી.

Next Story