Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : મોટેરાના કલરફુલ સ્ટેડિયમમાં જિલ્લા દીઠ લોકો કલરફુલ પોષાકમાં હાજરી આપશે

અમદાવાદ : મોટેરાના કલરફુલ સ્ટેડિયમમાં જિલ્લા દીઠ લોકો કલરફુલ પોષાકમાં હાજરી આપશે
X

અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવાના છે અને ખાસ કરીને તેઓ એક દિવસ અમદાવાદના મોટેરા ખાતેના વિશ્વના સૌથી મોટા

સ્ટેડિયમનું ઉદ્ધાટન કરવાના છે. ટ્ર્મ્પનો આ પ્રવાસ યાદગાર બનાવવાના હેતુ સર 24મી ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેની તૈયારી પણ પૂરજોશે થઈ રહી છે. જેમાં સ્ટેડિયમમાં બેસનારા લોકોના પાસના કલર

કોડ નક્કી કરી દેવામાં આવ્યા છે.

જુદા જુદા કલર કોડથી ઓળખાશે ગુજરાતનાં જિલ્લાઓ

આ સાથે જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ

ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ

કાર્યક્રમમાં 1 લાખ લોકો હાજર રહેવાના છે. કાર્યક્રમમાં આવનાર લોકોને સરકાર તરફથી ખાસ પ્રકારના પાસ આપવામાં

આવ્યા છે. રાજ્યના 9 જિલ્લામાંથી આવનારા એક લાખ લોકોના પાસના કલર કોડ નક્કી કરવામાં આવ્યા છે

જેમાં અમદાવાદ શહેર-જિલ્લાને ગુલાબી રંગના, ગાંધીનગર જિલ્લાને લાલ, ખેડા-આણંદને આછો જાંબલી, સાબરકાંઠા અને મહેસાણાને વાદળી, વડોદરાને આછો લીલો, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી અને પંચમહાલને ઘેરો વાદળી કલરનો કોડ આપવામાં આવ્યો છે.

વિશ્વનું મોટેરા સ્ટેડિયમમાં લોકોને બેસવા

માટેનું પણ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેમાં સ્ટેડિયમમાં પ્રવેશ મેળવનાર લોકોને

જિલ્લાઓ મુજબ અપર અને લોવર ગેલેરીમાં બેસાડવામાં આવશે. જેના માટે લોકોને બિમ નંબર પણ ફાળવવામાં

આવ્યા છે. જેમાં લોઅર ગેલેરીમાં 101થી 144 નંબરના બિમ જ્યારે અપર ગેલેરીમાં 201થી 285 નંબર બિમ પાસેની જગ્યામાં બેસાડવામાં આવશે.

Next Story