Connect Gujarat
Featured

અમદાવાદ : સાબરમતી આશ્રમથી દાંડી સુધી નીકળશે દાંડી કુચ, 12મીએ PM કરાવશે પ્રસ્થાન

અમદાવાદ : સાબરમતી આશ્રમથી દાંડી સુધી નીકળશે દાંડી કુચ, 12મીએ PM કરાવશે પ્રસ્થાન
X

અંગ્રેજ સલ્તનતે મીઠા પર નાંખેલા કરના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ યોજેલી દાંડીકુચને 74 વર્ષ પુર્ણ થતાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. 12મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતેથી દાંડીકુચનું પ્રસ્થાન કરાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આમદાવાદના ગાંધી આશ્રમથી દાંડી યાત્રાને લીલી ઝંડી આપવવાના છે ત્યારે તેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સમગ્ર રૂટ પર લોંખડના બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે. ગાંધી આશ્રમથી લઈ આખા રૂટ પર બેરીકેડ લગાવવામાં આવી રહયાં છે.

વડા પ્રધાન 8 કિલોમીટરના રૂટમાં પગયાત્રા કરે તેવું લાગી રહ્યું છે. વડાપ્રધાનની પદયાત્રાને ધ્યાનમાં રાખી વહીવટી તથા પોલીસતંત્ર તરફથી બેરિકેડ લગાવાઇ રહયાં છે. આ ઉપરાંત અભયઘાટ ખાતે વડાપ્રધાન જાહેરસભાને સંબોધન કરે તેવી પણ સંભાવના છે. અંગ્રેજ શાસકોએ મીઠા પર કરવેરો નાંખતા મહત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી સુધી કુચ કરી હતી. દાંડીના દરિયા કિનારે તેમણે ચપટી મીઠુ ઉપાડી મીઠાના કરનો સવિનય ભંગ કર્યો હતો. આ ઘટનાને 74 વર્ષ પુર્ણ થતાં તેની ઉજવણી કરાશે. 12મીના રોજ સાબરમતી આશ્રમ ખાતેથી કુચ નીકળશે જેમાં વડાપ્રધાન પણ સામેલ થશે. 21 દિવસ બાદ દાંડીયાત્રા સાબરમતી આશ્રમથી દાંડી ખાતે પહોંચશે.

Next Story