અમદાવાદ : સાણંદના યુવાને વિદેશી મહિલા સાથે કરી છેતરપીંડી, જુઓ પોલીસે કેવી રીતે કરી મદદ

0

સામાન્ય રીતે પોલીસની છાપ પ્રજામાં હંમેશા માટે નકારાત્મક હોય છે. અનેક સારા કામ કરવા છતાં લોકો હંમેશા પોલીસને નકારાત્મક દ્રષ્ટિ એ જ જોતા હોય છે. આજ પોલીસે આજે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મૂળ આર્જેન્ટિનાની યુવતીએ સાણંદના ભરતને આર્થિક મદદ કરી હતી. જોકે અનેક વખત ઉઘરાણી કરવા છતાં રૂપિયા પરતના કરતાં અંતે મહિલા આર્થિક મુશ્કેલીમાં મુકાઈ હતી અને તેણે પોલીસનો સંપર્ક કરતા પોલીસે મહિલાને રૂપિયા અઢી લાખ પરત અપાવ્યા છે.

 મૂળ આર્જેન્ટિનાની ફિઓરેલ્લા 13મી ઓગસ્ટના દિવસે ભારત આવી હતી. ભારતમાં ગોવા, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યોની મુલાકાત બાદ તે ગુજરાત પહોંચી હતી. જ્યાં તેને એક એપ્લિકેશન મારફતે સાણંદનાં ભરતનો સંપર્ક થયો હતો. બંને વચ્ચે મિત્રતા થઈ હતી. લોકડાઉનના કારણે મહિલા ભરતના ઘરે 25 દિવસ સુધી રહી હતી. તે વખતે તેની પાસે 4800 યુએસ ડોલર હતાં. જે રૂપિયા ભરતે તેની કારના હપ્તા ભરવા અને બાકીના પૈસા પોતાની પાસે રાખી લીધા હતા.

બાદમાં મહિલા ગોવા જતી રહી હતી. જ્યાં તેને રૂપિયાની જરૂર પડતાં તેણે ભરત પાસે વારંવાર રૂપિયાની માંગણી કરી હતી. જોકે ભરતે અવાર નવાર અલગ બહાના કાઢીને રૂપિયા પરત કર્યા નાં હતા અને પોતે તમિલનાડુ જતો રહ્યો હતો. જ્યારે મહિલાને આર્જેન્ટિના જવું હોવાથી તેને રૂપિયા ની જરૂર હતી. પોતાની પાસે બીજા રૂપિયા પણ ના હોવાથી મહિલા આર્થિક સંકડામણમાં મુકાઈ હતી. જેથી તેને રૂપિયા પરત લેવા માટે સાણંદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને એસ.પી વિરેન્દ્રસિંહ યાદવને પણ મળી હતી. જેથી એસપીએ એસઓજીને આ મામલાની જાણ કરી હતી. એસઓજીના અનેક પ્રયત્નો બાદ ભરતે તેના મિત્ર મારફતે રૂપિયા 2.50 લાખ પરત કર્યા હતા. જે રૂપિયા મહિલાને પરત આપતા મહિલાએ પોલીસનો આભાર માન્યો હતો 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here