Connect Gujarat
Featured

અમદાવાદ : જુઓ કોણે કરી 108 એમ્બયુલન્સ સહિતની સેવાઓની ચકાસણી

અમદાવાદ : જુઓ કોણે કરી 108 એમ્બયુલન્સ સહિતની સેવાઓની ચકાસણી
X

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદના કઠવાડા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સના સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી હતી. કોરોનાની પરિસ્થિતિમાં આ સુવિધાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય તે માટે તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને સુચના આપી હતી.

રાજ્યના કોરોનાગ્રસ્ત તમામ દર્દીઓને શ્રેષ્ઠ અને સધન સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તમામ સ્વાસ્થ્ય સેવાઓનો સુચારૂ અને સ્તવરે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ઉપયોગ કરી શકાય તે માટે કઠવાડા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સના સેન્ટરને કંટ્રોલ સેન્ટરમાં ફેરવી દેવામાં આવ્યું છે. અગાઉ કોરોનાગ્રસ્ત દર્દીને ક્યા સારવાર લેવી , કંઇ હોસ્પિટલમાં સારવાર અર્થે કઇ હોસ્પિટલમાં જગ્યા ખાલી છે તેવા પ્રશ્નો મુંઝવતા હતાં. જેના કારણે દર્દીનો અમૂલ્ય સમય વેડફાતો હતો જેથી દર્દી તરફથી ક્યા મેળવવી તે નક્કી કરવામાં વિલંબ થતો. જેની દરકાર કરીને રાજ્ય સરકારે અમદાવાદ શહેરમાં ૧૦૮ કંટ્રોલ સેન્ટરથી તમામ કામગીરીનું મોનીટરીંગ અને સંચાલન કરવામાં આવી રહ્યુ છે.

અમદાવાદ શહેરમાં ૮૦ થી વધુ ૧૦૮ની એમ્બ્યુલન્સ કોરોનાગ્રસ્ત દર્દીઓને સધન સારવાર આપવા માટે કાર્યરત કરાવવામાં આવી છે. ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમને ફોન આવતા સત્વરે દર્દીના ઘરે પહોંચી પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. કોરોનાગ્રસ્ત દર્દીને ગંભીર લક્ષણ જણાઇ આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.

Next Story