અમદાવાદ: આપનું આવતીકાલે શક્તિ પ્રદર્શન, મનીષ સિસોદીયાનો 8 કલાકનો લાંબો રોડ શો, જુઓ રૂટ

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પ્રચારનું બ્યૂગલ ફૂંકવા જય રહી છે. દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા આવતીકાલે અમદાવાદમા 8 કલાકનો લાંબો રોડ શો કરશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મોટાભાગની રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે ત્યારે હવે મહાનગર પાલિકા અને નગરપાલિકામાં પ્રચારનું બ્યુગલ ફુંકાશે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. અહીં તેઓ 8 કલાકનો લાંબો રોડ શો કરી અમદાવાદના મતદાતોને રીઝવવાનો પ્રયાસ કરશે આમ અમદાવાદમાં આવતીકાલથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ આમ આદમી પાર્ટી કરવા જય રહી છે.
આવતી કાલે અમદાવાદમાં સવારે 10 વાગ્યે મનિષ સિસોદિયા પૂર્વ અમદાવાદમાં હાટકેશ્વરની સેવન ડે સ્કૂલથી રોડ શોની શરૂઆત કરશે અને બપોરે દોઢ વાગે બાપુનગર સ્ટેડિયમ ખાતે સમાપન થશે. ત્યાર બાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બપોરે અઢી વાગ્યે થલતેજ અંજની માતાના મંદિરેથી ફરીવાર રોડ શોની શરૂઆત કરશે અને સાજે 6 વાગ્યે ગોતા એસજી હાઈવે બ્રિજની નીચે સમાપન થશે આ દરેક વોર્ડમાં આપ તરફથી ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા છે અને આપ અમદાવાદમાં આવતીકાલે શક્તિ પ્રદર્શન કરશે આ રોડ શોમાં ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા અને પ્રદેશના હોદેદારો હાજર રહેશે તો સાથે પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં પહોચશે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT