Connect Gujarat
Featured

અમદાવાદ : રેલવે સ્ટેશનની ઓફિસોમાં હવે વપરાશે સૌર ઉર્જા, તમે પણ જાણો કેમ

અમદાવાદ : રેલવે સ્ટેશનની ઓફિસોમાં હવે વપરાશે સૌર ઉર્જા, તમે પણ જાણો કેમ
X

રેલ્વે વિભાગ વીજ ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા તેમજ આત્મનિર્ભર બનવાના ઉદ્દેશ્યની સાથે અમદાવાદ સહિત પશ્ચિમ રેલવેના 75 સ્ટેશન પર રૂફ ટોપ સોલર પ્લાન્ટ લગાવ્યા છે.

રેલવે દ્વારા સ્ટેશન બિલ્ડિંગની સાથે વિવિધ ઓફિસોની બિલ્ડિંગ ઉપર 6.67 મેગાવોટની ક્ષમતા વાળા સોલર પ્લાન્ટ લગાવવાથી રેલવેને વર્ષે 3 કરોડ રૂપિયાથી વધુની બચત થશે. સૌર ઉર્જા નો ઉપયોગ રેલ્વેનું 2030 પહેલાં શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં નોંધપાત્ર ગતિ પ્રદાન કરશે. વાત કરવામાં આવે અમદાવાદની તો...અમદાવાદ રેલ્વે સ્ટેશન પર સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે...જે હાલમાં રેલવેની વાર્ષિક જરૂરિયાત 20 મિલીયન યુનિટ છે. જ્યારે 2030 સુધીમાં 35 અબજથી વધુ યુનિટની ઉર્જા વપરાશની જરૂરિયાતોને પહોંચી વળવા માટે રેલવેએ સૌર ઉર્જાને મહત્વ આપ્યું છે.

અમદાવાદ ડિવિઝનમાં મુખ્ય ડીઆરએમ ઓફિસની સાથે કાલુપુર રેલવે સ્ટેશન બિલ્ડીંગ, સાબરમતી અને આંબલી સ્ટેશન બિલ્ડિંગ પર સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યના મુખ્ય સ્ટેશનો વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, સોમનાથ સહિત અન્ય સ્ટેશનો પર પણ સોલર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. જેમાં વડોદરા ડિવિઝનમાં 6 સ્ટેશન, રાજકોટ ડિવિઝમાં 8 સ્ટેશન, મુંબઈ ડિવિઝનમાં 22 સ્ટેશન પર સોલર પ્લાન્ટ લગાવી દેવાયા છે. વડોદરા ડિવિઝનમાં ઓડ, મકરપુરા, વરનારણા, સાધનપુરા સ્ટેશન બિલ્ડિંગ્સ અને ગોધરા સ્ટેશન બિલ્ડિંગ્સ અને પ્લેટફોર્મ્સ પર તેમજ રાજકોટ ડિવિઝનના રાજકોટ, ઓખા, જામનગર, ચામરાજ, લખમાચી, મોદપુર, લખબાવલ અને પીપળી સ્ટેશનો પર રૂફ ટોપ સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.

Next Story