Connect Gujarat
Featured

અમદાવાદ : વેપારીના પુત્ર સહિત બે લોકોનું અપહરણ કરી એક કરોડ રૂપિયાની ખંડણી મંગાઇ, જુઓ પછી શું થયું આગળ

અમદાવાદ : વેપારીના પુત્ર સહિત બે લોકોનું અપહરણ કરી એક કરોડ રૂપિયાની ખંડણી મંગાઇ, જુઓ પછી શું થયું આગળ
X

સુરેન્દ્રનગરના વેપારીના પુત્ર સહિત બે યુવકોનુ અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગણતરીના દિવસોમાં ઝડપી પાડયાં છે. ચારેય આરોપીઓ પાસેથી 40 લાખ રૂપિયા રોકડા કબજે લેવાયાં છે. આરોપીઓ દેવામાં હોવાથી અપહરણનો કારસો રચ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે.

સુરેન્દ્રનગરથી અમદાવાદ ખરીદી માટે આવેલા બે મિત્રોનું પોલીસની ઓળખ આપી વસ્ત્રાલ પાસેથી અપહરણ કરવામા આવ્યુ હતું. અપહરણના કલાકો બાદ અપહરણ કારોએ વેપારી પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ખંડણીની રકમ નહિ આપવામાં આવે તો બંને અપહુતોની હત્યાની ધમકી મળતા ગભરાયેલા ફરિયાદી આઝાદ હુદ્દાએ ક્રાઈમ બ્રાંચમાં જાણ કરી હતી. ક્રાઇમ બ્રાંચની અલગ અલગ 11 ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા અને અપહ્યુત સમીર હુદ્દા અને સમીર વઢવાણીયા ને છોડાવી લેવા માટે ઓપરેશન શરૂ કર્યુ. જેના 48 કલાક બાદ ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપી ને ઝડપી પાડી તેમની પાસેથી 40 લાખ રૂપિયા કબજે કર્યા છે.

ક્રાઈમ બ્રાંચે 150 પોલીસ કર્મીની મદદથી આ ગુનાના 4 આરોપી સિકંદર ઉર્ફે સલીમ, નિલેશ બારા, ધર્મેન્દ્ર ઉર્ફે ભીમો પરમાર અને વિપુલ રબારીની ધરપકડ કરી છે. પકડાયેલા 4 આરોપી માથી સિંકદરે અપહરણનો પ્લાન બનાવ્યો હતો. સિકંદર ફરિયાદીનો પરિચિત હતો અને પોતાનું તથા વિપુલનું દેવુ ચુકવવા માટે અપહરણ અને ખંડણીનું કાવતરું રચ્યુ હતુ. આરોપી એ 31 ડિસેમ્બરની રાતે બે યુવકોનુ વસ્ત્રાલ થઈ અપહરણ કરી બગોદરા, લિંમડી અને રાણપુર વિસ્તારમાં બે દિવસ ગોંધી રાખી 40 લાખની ખંડણી વસૂલી હતી.બીજી તરફ ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમોએ યુવકોને છોડાવવા માટે બગોદરા - તારાપુર હાઈવે પર 500 થી વધુ ગાડીઓ ચેકિંગ કરી આઈસરમા ફરાર થતા આરોપીને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલ અપહરણકર્તા આરોપીઓ એટલા ચાલક અને ચબરાક હતા કે પોલીસ અને ફરિયાદી થી બચવા માટે વડોદરાનો એવો વિસ્તાર પસંદ કર્યો હતો કે જ્યા 400 જેટલા ફાર્મહાઉસ આવેલા છે. ઉપરાંત એક દિવસ માત્ર પોલીસ અને ન્યૂઝ પર નજર રાખી હતી. જોકે પોલીસ ની ગંધ ન આવતા 40 લાખ રૂપિયા ની ખંડણી લેવા આરોપી બહાર આવ્યા અને પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા.જોકે આરોપી ની પુછપરછ મા હત્યા કરવા સુધી ની તૈયારી તેઓએ કરી હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસે આરોપી ના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Next Story