Connect Gujarat
Featured

અમદાવાદ : કોરોનાના કહેરને પહોચી વળવા રાજ્ય સરકાર સજ્જ, 400 બેડની હોસ્પિટલ કરાઇ તાત્કાલિક તૈયાર

અમદાવાદ : કોરોનાના કહેરને પહોચી વળવા રાજ્ય સરકાર સજ્જ, 400 બેડની હોસ્પિટલ કરાઇ તાત્કાલિક તૈયાર
X

અમદાવાદમાં વધતા સતત કોરોના સંક્ર્મણને લઇ સરકારે તાત્કાલિક અસરથી શહેરને 400 નવાં બેડની આપ્યા છે. હાલમાં દર્દીઓને વેન્ટિલેટરની જરૂરિયાત વધારે પડી રહી છે, જેને ધ્યાનમાં લેતાં કેન્દ્ર સરકાર તરફથી 82 વેન્ટિલેટરની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

અમદાવાદના અસારવા સિવિલ સંકુલમાં આ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં દર્દીઓને દાખલ કરવામાં અગવડતા પડી રહી હોવાની ફરિયાદ મળી હતી, ત્યારે ગત અઠવાડિયે દર્દીઓને ક્યાં દાખલ કરવા એ એક મોટી સમસ્યા હતી. જેને ધ્યાનમાં લેતાં આરોગ્ય વિભાગ દ્વારા અનેક વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે. તેમજ જરૂરિયાત પડવા પર 350 કરોડના ખર્ચે બનેલી નવી કિડની હોસ્પિટલને પણ કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે.

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. શહેરના સિવિલ સંકુલની કિડની હોસ્પિટલમાં 13 હજાર લિટરની ઓક્સિજન ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક દર્દીઓની સેવામાં ઉપલબ્ધ છે. આજથી મંજુશ્રી કંપાઉન્ડમાં આવેલી કિડની હોસ્પિટલ કે જે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કાર્યરત થશે, તેમાં પણ 20 હજાર લિટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક કાર્યરત છે. મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકારના સહયોગથી ખૂબ જ ટૂંક સમયમાં ઓક્સિજન ટેન્કની જરૂરિયાત સંતોષવામાં આવી છે. અહીં કોરોના દર્દીઓ માટે દરેક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Next Story